Home> Business
Advertisement
Prev
Next

10 હજાર કર્મચારીઓની છટણીની તૈયારીમાં Parle-G, વેચાણ ઘટવાથી મુશ્કેલીમાં કંપની

દેશની સૌથી મોટી બિસ્કિટ ઉત્પાદન કંપની પારલે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (Parle Products) પોતાના 10 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, જો વેચાણમાં આ પ્રકારનો ઘટાડો જળવાઇ રહ્યો તો આવનારા સમયમાં કર્મચારીઓને કાઢવાની સ્થિતિ આવી શકે છે. 

10 હજાર કર્મચારીઓની છટણીની તૈયારીમાં Parle-G, વેચાણ ઘટવાથી મુશ્કેલીમાં કંપની

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બિસ્કિટ ઉત્પાદન કંપની પારલે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (Parle Products) પોતાના 10 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, જો વેચાણમાં આ પ્રકારનો ઘટાડો જળવાઇ રહ્યો તો આવનારા સમયમાં કર્મચારીઓને કાઢવાની સ્થિતિ આવી શકે છે. પારલે જી તરફથી કહેવામાં આવ્યું કે, સરકારને અમે 100 રૂપિયા પ્રતિ કિલો કે તેનાથી ઓછા ભાવ પર વેંચાતા બિસ્કિટ પર જીએસટી ઘટાડવાની માગ કરી હતી. ડો સરકાર તરફથી આ માગ માનવામાં આવશે નહીં તો અમારે કર્મચારીઓની છટણી કરવાની ફરજ પડી શકે છે. 

વેચાણમાં ઘટાડાથી સતત નુકસાન થઈ રહ્યું છે
પારલે જી તરફથી કહેવામાં આવ્યું કે, વેચાણમાં ઘટાડો થવાથી કંપનીને નુકસાન થઈ રહ્યું છે. ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત ખબર અનુસાર કંપનીના કેટેગરી હેડ મયંક શાહે કહ્યું કે, સરકારને 100 રૂપિયા કિલોથી ઓછા ભાવમાં વેંચાતા બિસ્કિટ પર ટેક્સ ઓછો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ બિસ્કિટની બજારમાં 5 રૂપિયાકે તેનાથી ઓછાના પેકેટમાં વેચાણ કરવામાં આવે છે. જો સરકાર અમારી માગ ન માને તો કંપનીની પાસે છટણી કરવા સિવાય અન્ય રસ્તો બાકી રહેશે નહીં. વેચાણમાં ઘટાડો થતા સતત નુકસાન થઈ રહ્યું છે. 

પારલે જીમા 1 લાખથી વધુ કર્મચારી
આ વિશે જ્યારે ઝી ન્યૂઝ ડિજિટલે મયંક શાહ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો સંપર્ક ન થઈ શક્યો. તમને જણાવી દઈએ કે લોકપ્રિય બ્રાન્ડ પારલે જીમાં 1 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. કંપનીના અલગ-અલગ શહેરોમાં કુલ 10 પ્લાન્ટ છે. કંપનીનું વાર્ષિક વેચાણ 10,000 કરોડ રૂપિયાથી વધુનું છે. સાથે કંપની 125 થર્ડ પાર્ટી મેન્ચુફેક્ચરિંગ યૂનિટ પણ ઓપરેટ કરે છે. 

પારલેજીનું અડધાથી વધુ વેચાણ ગ્રામીણ બજારોમાં થાય છે. કંપનીના પારલે જી (Parle-G), મોનાકો (Monaco) અને મારી (Marie) બિસ્કિટ પસંદગીના છે. હકીકતમાં જીએસટી લાગૂ થતાં પહેલા 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમત વાળા બિસ્કિટ પર 12 ટકા ટેક્સ લાગતો હતો. પરંતુ સરકારે તેને 18 ટકા ટેક્સમાં કંપનીએ પહેલા કરતા વધુ ટેક્સની ચુકવણી કરવી પડે છે. કંપનીનું તે પણ કહેવુ છે કે વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 

વાંચો વ્યાપારના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More