Home> Business
Advertisement
Prev
Next

ઈન્કમ ટેક્સમાં મોટી રાહત, આટલા સુધીની આવક પર હવે 20% થી વધારે ટેક્સ લાગશે નહીં

Big Annuoncement In Budget 2024 : નવા ટેક્સ માળખામાં સરકારે કર્યો બદલાવ.. 3 લાખ સુધીની આવક પર કર શૂન્ય... તો 3થી 7 લાખની આવક પર 5 ટકા ટેક્સ.. અને 7થી 10 લાખની આવક પર 10 ટકા ટેક્સ... 12થી 15 લાખ પર 20 ટકા ટેક્સ... 
 

ઈન્કમ ટેક્સમાં મોટી રાહત, આટલા સુધીની આવક પર હવે 20% થી વધારે ટેક્સ લાગશે નહીં

Union Budget 2024 Highlights:  આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ થયું છે. ત્યારે સરકારનું આ બજેટ લોકો માટે ફુલગુલાબી સાબિત થયું છે. સરકારે ખેડૂત, વિદ્યાર્થી, રોજગાર, મકાન, ટેક્સ, આરોગ્ય ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરી છે. પરંતું સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સ માટે કરવામાં આવી છે. આવકવેરાને લઈ યુનિયન બજેટ 2024 માં મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી છૂટ આપી છે. હવેથી 3 થી 15 લાખની આવક પર હવે 20% થી વધારે ટેક્સ નહિ લાગે.

• નવી આવકવેરાના માળખા પ્રમાણે ટેક્સ સ્લેબની જાહેરાત
• 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે
• 3 લાખથી 7 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ
• 7 લાખથી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ
• 10 લાખથી 12 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ
• 12 લાખથી 15 લાખની આવક પર 20 ટકા ટેક્સ
• 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ

મધ્યમવર્ગીય લોકો બજેટમાં સૌથી મોટી જાહેરાત, 3 કરોડ નવા મકાન બનાવી આપશે સરકાર

આવકવેરા સ્લેબમાં સુધારો
આવકવેરાના સ્લેબમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જ્યારે 3-7 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગશે. 7-10 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 10-12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. 12-15 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. જોકે, જૂના ટેક્સ માળખામાં કોઈ ફેરફાર ન હોવાથી અનેક નાગરિકોને નિરાશા મળી છે. 

ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર સિક્યોરિટીઝ એક્સચેન્જ ટેક્સમાં વધારો થયો 
F&O પર STT વધારવાની જાહેરાત. ફ્યુચર્સ પર STT દર વધારીને 0.02% કરવામાં આવ્યો હતો. વિકલ્પો પર STT દર વધીને 0.1% થયો. શેર બાયબેકથી થતી આવક કરપાત્ર રહેશે.

Vitamin B12 ની અછતથી આવી શકે છે મોત, દર બીજો ગુજરાતી આ સમસ્યાથી પીડાય છે

એન્જલ ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત
એન્જલ ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત, તમામ રોકાણકારો માટે એન્જલ ટેક્સ નાબૂદ. સ્ટાર્ટઅપ ઘણા સમયથી આની માંગ કરી રહ્યા હતા.

સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો થયો
નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.

વિદેશી કંપનીઓ પર ટેક્સ ઘટાડ્યો
વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો.

ટેક્સ સિસ્ટમ સરળ બનાવાશે 
મોટા ટેક્સ કેસોની સુનાવણી માટે વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. ટેક્સ વિવાદો 6 મહિનામાં ઉકેલવાના પ્રયાસો. આવકવેરા પ્રણાલીને સરળ બનાવવામાં આવશે. ટેક્સ કાયદાઓને સરળ બનાવવામાં આવશે.

કેપિટલ ગેઈન ટેક્સ વધુ સરળ બનાવાશે 
TDS ભરવામાં વિલંબ માટે કોઈ ફોજદારી કેસ થશે નહીં. TDS લેણાંની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા જૂથો માટે કેપિટલ ગેઈન ટેક્સમાં મુક્તિ મર્યાદા વધારવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More