Home> Business
Advertisement
Prev
Next

Bank Employees: લાખો બેંક કર્મચારીઓના પગારમાં 17 ટકાનો થશે વધારો, નોટિફિકેશન બાદ શનિવારે પણ રજા, જાણો વધુ વિગતો

Bank Employees Annual Wages Hike: દેશભરની સરકારી બેંકોના કર્મચારીઓને મોટી ભેટ મળી છે. ભારતના લગભગ 8 લાખ જેટલા બેંક કર્મચારીઓના પગારમાં 17 ટકા વધારાને હવે સરકારની મંજૂરી મળી ગઈ છે.

Bank Employees: લાખો બેંક કર્મચારીઓના પગારમાં 17 ટકાનો થશે વધારો, નોટિફિકેશન બાદ શનિવારે પણ રજા, જાણો વધુ વિગતો

દેશભરની સરકારી બેંકોના કર્મચારીઓને મોટી ભેટ મળી છે. ભારતના લગભગ 8 લાખ જેટલા બેંક કર્મચારીઓના પગારમાં 17 ટકા વધારાને હવે સરકારની મંજૂરી મળી ગઈ છે. જેના પગલે હવે જાહેર ક્ષેત્રની બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓના પગરામાં વાર્ષિક 17 ટકાનો વધારો થશે. નવેમ્બર 2022થી પ્રભાવી થનારા આ નિર્ણયથી લગભગ 8 લાખ જેટલા બેંક કર્મચારીઓને ફાયદો થશે. ઈન્ડિયન બેંક એસોસિએશન (IBA) અને ઓલ ઈન્ડિયા  બેંક એમ્પ્લોયી યુનિયને વાર્ષિક 17 ટકા વધારાને સ્વીકારી લીધો છે. આ સાથે 7.5 લાખ પેન્શનર્સને પણ આ પગાર વધારાનો લાભ મળશે એવું ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયી એસોસિએશનના જનરલ સેક્રેટરી સી એચ વેંકટ ચલમે જણાવ્યું. 

આઈબીએ બેંક અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠનો સાથે વાતચીત કરીને વાર્ષિક પગારમાં સંશોધન કરે છે. આ બધા વચ્ચે ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશને કહ્યું કે તમામ શનિવારોને રજાના સ્વરૂપમાં મંજૂરી આપવા ઉપર પણ સહમતિ બની છે. પંરતુ કામકાજના કલાકોમાં સંશોધનનો પ્રસ્તાવ સરકારના નોટિફિકેશન બાદ લાગૂ થશે. અત્રે જણાવાનું કે પગાર વધારાના આ નિર્ણયથી જાહેર ક્ષેત્રની બેંકો પર વાર્ષિક 8284 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. 

સરકારી કર્મચારીઓ ખુશ થઈ જાઓ...DAમાં વધારા બાદ વધુ એક સારા સમાચાર તમારા માટે

આઈબીએ, એઆબીઓએ, યુએફબીયુ, એઆઈબીએએસએમ અને બીકેએસએમ સહિતના તમામ બેંક કર્મચારીઓના એસોસિએશનોએ આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર મુજબનો પગાર પહેલી નવેમ્બર 2022થી ચૂકવવાનો નિર્ણય લેવાયો છે એમ ઈન્ડિયન બેંક એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ મહેતાએ જણાવ્યું. મોંઘવારી ભથ્થાને 8088 પોઈન્ટ સાથે મર્જ કરીને નવા પગારદર નક્કી કરવામાં આવશે. આ સાથે તેનો પણ વધારાના ખર્ચાનો બોજો બેંકો પર આવશે. 

મહિલાઓ માટે આ મંજૂરી
આ ઉપરાંત મહિલા કર્મચારીઓ હવે મેડિકલ સર્ટિફિકેટ આપ્યા વગર મહિનામાં એક દિવસ સીક લીવ-કે માંદગીની રજા લઈ શકશે. આ ઉપરાંત બેંકના કર્મચારીઓને 255 પ્રીવિલેજ લીવ બદલ કેશ આપવાનું પણ નક્કી થયું છે. જો કે નિવૃત્તિ વખતે આ લાભ આપવામાં આવશે. ચાલુ સેવાએ કોઈ કર્મચારીનું અવસાન થાય તો તેવા સંજોગોમાં કર્મચારીને આ લાભ આપવામાં આવશે. 

50 લાખ સરકારી કર્મચારીઓના પગારમાં દર મહિને 1000નો વધારો, જાણી લેજો કઈ રીતે વધશે

સેવાનિવૃત્ત કર્મચારીઓ મામલે એ વાત પર સહમતિ થઈ છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતની જાહેર ક્ષેત્રની બેંકો પેન્શન તથા ફેમિલી પેન્શન ઉપરાંત માસિક એક્સગ્રેશિયાની રકમ પણ ચૂકવશે. આ ઉપરાંત 31મી ઓક્ટોબર 2022ના રોજ પેન્શન ઉપાડનારા કે પેન્શનને પાત્ર બનેલા અંદાજે 7.5 લાખ કર્મચારીઓના પરિવારને આ પગારનો વધારાનો  લાભ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More