Home> Business
Advertisement
Prev
Next

Petrol-Diesel Price અંગે મોટા સમાચાર, પહેલા એક્સાઈઝ ડ્યૂટી ઘટી અને હવે આ નિર્ણયથી વધુ સસ્તુ થશે ઇંઘણ!

Petrol-Diesel Price: આવનારા સમયમાં ઉત્પાદન વધવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. તેની પાછળનું કારણ છે કે ક્રૂડ ઓઇલ સતત ચાર મહિનાથી હાઈ રેન્જમાં ચાલી રહ્યું છે જેને લઇને હવે ઓપેક પ્લસ દેશોએ કાચા તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે.
 

Petrol-Diesel Price અંગે મોટા સમાચાર, પહેલા એક્સાઈઝ ડ્યૂટી ઘટી અને હવે આ નિર્ણયથી વધુ સસ્તુ થશે ઇંઘણ!

Petrol-Diesel Price: રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દેશમાં સતત પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો. જો કે, થોડા દિવસો પહેલા સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં આવી હતી, જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે પેટ્રોલ-ડીઝલ મામલે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. જો કે, આ વખતે આ સારા સમાચાર સાત સમુદ્ર પારથી આવ્યા છે. આ સમાચારને વાંચીને તમે ખરેખરમાં ખુશ થઈ જશો. જી હાં, આ નિર્ણય તમારા હકમાં હોઈ શકે છે. જો બધુ જ બરાબર રહ્યું તો આવનારા દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.

ક્રૂડ ઓઇલ 112-118 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં જોવા મળી રહ્યું છે. ક્રૂડ ઓઇલ સતત ચાર મહિનાથી હાઈ રેન્જમાં ચાલી રહ્યું છે. તેલની વધતી કિંમતથી મોંઘવારીનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે ક્રૂડ ઓઇલની કિંમતને નીચે લાવવા માટે ઓપેક પ્લસ દેશો તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેલ નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેક અને રશિયા સહિત અન્ય સહયોગી દેશોએ જુલાઈ-ઓગસ્ટથી કાચ્ચા તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે.

સાઉથ આફ્રિકા સામે ટી20 માં મોટું હથિયાર બનશે આ પ્લેયર, ગણતરીના બોલમાં પલટી શકે છે આખી મેચ

આ નિર્ણયથી ક્રૂડના ભાવમાં ઘટાડો આવવાની સંભાવના છે. ઓપેક પ્લસ દેશોએ જુલાઈ-ઓગસ્ટમાં 6.48 લાખ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે. ઓપેક પ્લસ દેશોના આ પગલાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. તેની અસર આ થઈ શકે છે કે, વધતી મોંઘવારીથી પ્રભાવિત થઈ રહેલી દુનિયાભરની અર્થવ્યવસ્થાને થોડી રાહત મળી શકે છે.

ફરી એકવાર સરકારી કર્મચારીઓની બલેબલે, મોંઘવારી ભથ્થામાં વધારો થતા જાણો કેટલો વધશે પગાર

વર્ષ 2022 માં કોરોના માહામારીના સમયે લોકડાઉન લાગવાથી કાચ્ચા તેલના વપરાશમાં ઘટાડો આવ્યો હતો. જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવ્યા હતા. તે સમયે ભાવ સ્થિર રાખવા માટે ઓપેક દેશોએ કાચ્ચા તેલના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. અત્યારે ઓપેક પ્લસ દેશ દરરોજ 4.32 લાખ બેરલ પ્રતિ દિવસ ક્રૂડનું ઉત્પાદન કરે છે. તેને આગામી મહિનાથી 2.16 લાખ બેરલ વધારી 6.48 લાખ બેરલ પ્રતિ દિવસ કરવા પર સંમત થયા છે.

ગોર્જિયસ ગર્લ ચહેરા પર ના લગાવે આ વસ્તુ, ફાયદો થવાની જગ્યા થશે નુકસાન

યોજના હેઠળ ઓપેક પ્લસ દેશ અત્યારે ક્રૂડ પ્રોડક્શન વધારવા માંગતા ન હતા. પરંતુ અમેરિકામાં પેટ્રોલના ભાવ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. 2022 ની શરૂઆતથી અત્યાર સુધી અમેરિકામાં કાચ્ચા તેલમાં 54 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઓપેક પ્લસના નિર્ણય બાદ ન્યુયોર્કમાં ક્રૂડના ભાવ 0.9 ટકા ઘટી 114.26 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. કાચ્ચા તેલના ઉત્પાદન વધવાથી ઇંધણના ઉંચા ભાવમાં જરૂરથી રાહત મળશે, સાથે જ મોંઘવારીનો પણ માર ઓછો થવાની આશા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More