Home> Business
Advertisement
Prev
Next

PF એકાઉન્ટવાળાને ફ્રીમાં મળે છે 6 લાખનો ફાયદો, જાણો EPFOનો આ નિયમ 

પ્રોવિડન્ટ ફંડ વિશે અનેક સમાચાર આવ્યા છે.  આ એકાઉન્ટ સાથે અનેક સુવિધાઓ ફ્રી મળે છે જેમાં પૈસા સિવાય બીજી અનેક સુવિધાઓ મળે છે.

PF એકાઉન્ટવાળાને ફ્રીમાં મળે છે 6 લાખનો ફાયદો, જાણો EPFOનો આ નિયમ 

નવી દિલ્હી : પ્રોવિડન્ટ ફંડ (PF) વિશે અનેક પ્રકારના સમાચાર આવતા હોય છે. સામાન્ય રીતે લોકોનું ધ્યાન માત્ર પીએફનું બેલન્સ જાણવામાં અથવા તો એને ટ્રાન્સફર કરવા પર રહેતું હોય છે. જોકે પીએફ એકાઉન્ટ સાથે બીજા અનેક ફાયદાઓ પણ જોડાયેલા છે જેની ભાગ્યે જ કોઈને ખબર હોય છે. ઓર્ગનાઇઝ્ડ સેક્ટરમાં કામ કરનાર કર્મચારીઓને PF એકાઉન્ટ સાથે 6 લાખ રૂપિયા સુધીનું લાઇફ ઇન્શ્યોરન્સ કવર ફ્રીમાં મળે છે. 

આ કવરને પીએફ એકાઉન્ટ સાથે જ લિન્ક કરવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે નોકરીના અવધિ દરમિયાન કોઈ પણ કર્મચારી એના માટે કોઈ કોન્ટ્રિબ્યુશન નથી આપી શકતો. કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન (EPFO) પોતાના તમામ મેમ્બર્સને આ સુવિધા આપે છે. જો કોઈ EPFO મેમ્બરનું આકસ્મિક અવસાન થઈ જાય તો નોમિની આ રકમ પર દાવો રજુ કરી શકે છે. આ ઇન્શ્યોરન્સ કવરની સુવિધા એમ્પ્લોઇ ડિપોઝીટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ (EDLIS) અંતર્ગત મળે છે. પહેલાં આની લિમીટ 3,60,000 રૂપિયા હતી પણ પછી ઇન્શ્યોરન્સ કવરની લિમીટ વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. 

પીએફ એકાઉન્ટ પર કરાતો ઇન્શ્યોરન્સનો દાવો ત્યારે જ કરી શકાય છે જ્યારે પીએફ ખાતાધારકનું મૃત્યુ નોકરી દરમિયાન થયું હોય અને એ નિવૃત ન થયો હોય. તેનું મૃત્યુ નિવૃત્તી પહેલાં ઓફિસમાં હોય કે પછી ઘરે હોય ત્યારે થયું હોય તો નોમિની પૈસા ક્લેમ કરી શકે છે. 

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More