Home> Business
Advertisement
Prev
Next

Amazon માં ફક્ત 4 કલાક કામ કરીને દર મહિને કમાઇ શકો છો 60,000 રૂપિયા, વાંચો કેવી રીતે

Amazon માં ફક્ત 4 કલાક કામ કરીને દર મહિને કમાઇ શકો છો 60,000 રૂપિયા, વાંચો કેવી રીતે

દુનિયાની સૌથી મોટી કંપની માટે નોકરી કરીને દર મહિને નોકરી કરવાનું સપનું હોય છે. પરંતુ કામ જો ડિલિવરી બોયનું હોય તો કદાચ કેટલાક લોકો પાછી પાની કરે છે. પરંતુ હકિકત એ છે કે આ કોઇ સામાન્ય કામ નથી. તેમાં મહેનત ઉપરાંત સારી કમાણી પણ હોય છે. બેરોજગારો માટે આ ઓપ્શન સારો છે. ખાસકરીને જ્યારે તેમને આ કામ દુનિયાની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની માટે કરવાનું હોય. ખાસ વાત એ છે કે આ નોકરીમાં કોઇ બંધન નથી. જો તમે ફૂલ ટાઇમ જોબ કરી શકતા નથી તો પાર્ટ ટાઇમ પણ કરી શકો છો. આવો જાણીએ શું  કરવાનું રહેશે. 

ઇલેક્ટ્રિક વાહનોનો અહીં લાગશે મોટો મેળો, નવી ટેક્નોલોજી કરી દેશે આશ્વર્યચકિત

કોણ હોય છે ડિલીવરી બોય?
ડિલીવરી બોય અથવા ડિલીવરી ગર્લ તે છોકરા-છોકરીઓને કહેવામાં આવે છે જે ઓનલાઇન અથવા રિટેલ કંપનીઓની પ્રોડક્ટ્સ અથવા પેકેજ ગ્રાહકો સુધી પહોંચાડે છે. ડિલિવરી બોય અમેઝોનના વેરહાઉસથી પેકેજ લઇને ગ્રાહકો સુધી પહોંચાડે છે. દેશભરમાં ડિલીવરી બોય દરરોજ લાખો પેકેજ ડિલીવરી કરે છે. એક ડિલીવરીને 100થી 150 પેકેજ ડિલીવર કરવાના હોય છે.
fallbacks
કોના નામે છે રજિસ્ટર્ડ છે સિમ કાર્ડ, ફક્ત આ રીતે ચપટીમાં જાણો

10-15 કિલોમીટરની રેંજમાં હોય છે ડિલીવરી
અમેઝોનના દિલ્હીમાં લગભગ 18 સેંટર છે. એવી જ રીતે મોટાભાગના શહેરોમાં અમેઝોનના સેંટર છે. બધા પેકેજને ગ્રાહકોના સરનામા સુધી પહોંચાડવામાં આવે છે. અમેઝોન સેંટરથી લગભગ 10-15 કિલોમીટરના એરિયામાં પેકેજ ડિલીવર કરવામાં આવે છે.

TATA SKY ના કરોડો યૂજર્સના કામના સમાચાર, કંપની લોન્ચ કર્યો નવો પ્લાન

કેટલા કલાકની હોય છે શિફ્ટ?
ડિલીવરી બોયને આખો દિવસ કામ કરવાનું હોતુ નથી. ડિલીવરી બોયના ભાગમાં તે પેકેજ આવે છે જે તેના એરિયાના હોય છે. જોકે અમેઝોન સવારે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ડિલીવરી કરે છે. દિલ્હીના ડિલીવરી બોયનું કહેવું છે કે લગભગ 4 કલાકમાં 100-150 પેકેજ ડિલીવર કરી દે છે.
fallbacks
Oppo F11 Pro નો પોપ-અપ સેલ્ફી કેમેરા ફોનનું ટીઝર થયું લોન્ચ, જાણો અન્ય ખૂબીઓ

ડિલીવરી બોય બનવા માટે શું છે જરૂરી?
ડિલીવરી બોય બનવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જોઇએ. જો સ્કૂલ અથવા કોલેજ પાસે છે તો પાસિંગ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. ડિલીવરી કરવા માટે તમારી પાસે તમારી બાઇક અથવા સ્કૂટર હોવું જોઇએ. બાઇક અથવા સ્કૂટરનો ઇંશ્યોરેંસ, આરસી બુક માન્ય હોવી જોઇએ. સાથે જ અરજી કરનાર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઇએ.

1 એપ્રિલથી કાર્ડ પર ચાર્જ રિવાઇઝ કરી રહી છે HDFC બેંક, ડ્યૂ ડેટ પછી પેમેંટ પર લાગશે આટલી પેનલ્ટી

કેવી રીતે કરશો એપ્લાઇ?
ડિલીવરી બોયની નોકરી માટે તમારે સીધા અમેઝોનની સાઇટ https://logistics.amazon.in/applynow પર અરજી કરી શકો છો. આ ઉપરાંત અમેઝોનના કોઇપણ સેંટર પર જઇને નોકરી માટે અરજી કરી શકાય છે. મોટાભાગના સેંટર્સમાં ડિલીવરી બોયની જગ્યા હંમેશા ખાલી હોય છે. પરંતુ જો જગ્યા ખાલી નથી તો ભવિષ્ય માટે તમારું નામ રજિસ્ટર થઇ શકે છે. જગ્યા ખાલી થતાં તમને જગ્યા મળી શકે છે. 
fallbacks
કારો પર હવે મળશે બંપર Subsidy, મોદી સરકારે આપી આ યોજનાને મંજૂરી

ઓનલાઇન કરાવો પોતાને રજિસ્ટર
અમેઝોનમાં ડિલીવરી બોયની નોકરી કરવા માટે તમારા ઇ-મેલ આઇડી દ્વારા રજિસ્ટર કરાવી શકો છો. તેના માટે યોગ્ય રીતે ફોર્મ ભરો, કોઇ જાણકારી છૂટી ન જાય. ટર્મ્સ ઓફ સર્વિસને પણ ધ્યાનથી વાંચો. બેકગ્રાઉન્ડ ચેક માટે કંપની તમને પૂછે છે, તેના માટે ના પાડશો નહી.

કંપની તમને વાહન આપશે?
જો તમારી પાસે પોતાનું સ્કૂટર અને બાઇક છે તો તમારે સિલેક્ટેડ પ્રોડક્ટસની ડિલીવરી માટે પોતાના વાહનનો જ ઉપયોગ કરવો પડશે. જો મોટી પ્રોડ્ક્ટ્સ ડિલિવરી કરવાની છે તો કંપની કેટલીક શરતો પર તમને મોટા વાહન પુરા પાડે છે. 

યુદ્ધ થશે તો કંગાળ થઇ જશે પાકિસ્તાન, ડામાડોળ થઇ જશે પાડોશી દેશની અર્થવ્યવસ્થા

તમારી પસંદગીની વસ્તુ કરી શકો છો ડિલીવર
ડિલીવરી બોયને ઓફિસ અને ઘર બંને જગ્યાએ ડિલીવરી કરવાની હોય છે. આ નક્કી ડિલીવરી બોય જ કરે છે તેને કઇ પ્રોડક્ટની ડિલીવરી કરવી છે. નાના સામાનથી માંડીને તમે ફ્રીજ, ટીવી, એસી પણ ડિલીવરી કરી શકો છો. તેના માટે મોટા વાહનની જરૂર હોય છે, અમેઝોન મોટા વાહન પુરા પાડે છે.

કામ પણ શિખવાડશે કંપની
નોકરી પર રાખ્યા બાદ કંપની તમને તેની જાણકારી પણ આપશે કે પ્રોડક્ટ કેવી રીતે ડિલીવર કરવાની છે. કઇ પ્રોડક્ટ્સને ટાઇમિંગ મુજબ ડિલીવર કરવાની છે. એટલે કે ડિલીવરી સાથે સંકળાયેલી ટ્રેનિંગ અમેઝોન દ્વારા આપવામાં આવે છે. 

ડોનાલ્ડ ટ્રંપએ ભારતને આપ્યો આંચકો, વેપારમાં મળનાર છૂટ બંધ કરશે અમેરિકા

નોકરી કાયમી હોય છે અથવા કોન્ટ્રાક્ટ?
અમેઝોનમાં ડિલીવરી બોયની નોકરી કાયમી હોતી નથી અને ના કોન્ટ્રાક્ટ પર. તમે જ્યારે ઇચ્છો તો નોકરી છોડી શકો છો. તો કંપની પણ તમને તમારા પરફોમન્સને જોતાં નિકાળી શકે છે. 

કેટલો મળે છે પગાર?
અમેઝોન ડિલીવરી બોયને દર મહિને નિયમિત સેલરી મળે છે. અમેઝોનમાં ડિલીવરી બોયને 12 થી 15 હજાર રૂપિયાની ફિકસ્ડ સેલરી મળે છે. પેટ્રોલનો ખર્ચ તમારો હોય છે. પરંતુ એક પ્રોડક્ટ્સ અથવા પેકેજને ડિલીવર કરવા પર 10 થી 15 રૂપિયા મળી શકે છે. ડિલીવરી સર્વિસ આપનાર કંપનીના અનુસાર જો કોઇ એક મહિના સુધી કામ કરે છે અને રોજ 100 પેકેજ ડિલીવર કરે છે તો આરામથી 55000 થી 60000 રૂપિયા મહિને કમાઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More