Home> Business
Advertisement
Prev
Next

1 ઓક્ટોબરથી બદલાઇ જશે લોન લેવાના નિયમ, RBI એ બેંકોને જાહેર કર્યા દિશાનિર્દેશ

Reserve bank of india loan rules:  જો તમે 1 ઓક્ટોબર બાદ લોન લેશો તો તમને નવા નિયમો અંતગર્ત લોન મળશે, પરંતુ આ નિયમ કેટલીક ખાસ પ્રકારની લોન પર બદલાઇ રહ્યા છે. 

1 ઓક્ટોબરથી બદલાઇ જશે લોન લેવાના નિયમ, RBI એ બેંકોને જાહેર કર્યા દિશાનિર્દેશ

New Loan Rules:  જો તમે પણ આગામી દિવસોમાં લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આરબીઆઇ તરફથી નિયમોમાં ફેરફાર થવાના છે. જો તમે 1 ઓક્ટોબર પછીથી લોન લેશો તો તમને નવા નિયમો અંતર્ગત લોન મળશે, પરંતુ આ નિયમ કેટલીક ખાસ લોન પર જ બદલાઇ રહ્યા છે. રિઝર્વ બેંક તરફથી આ વિશે જાણકારી આપી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કહ્યું કે બેંકો અને એનબીએફસી (NBFC) ને એક ઓક્ટોબરથી રિટેલ અને MSME લોનના નિયમ બદલાઇ રહ્યા છે. 

મૂવી પુરૂ થાય ત્યાં સુધીમાં અમદાવાદથી પહોંચી જશો દિલ્હી, જાણો શું રેલવેનું પ્લાનિંગ
મોદી સરકારની ગેરન્ટીની પડશે સીધી અસર, આ 20 સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની સીધી નજર

આરબીઆઇએ કહ્યું કે ઓક્ટોબરથી લોન લેનારને વ્યાજ અને અન્ય ખર્ચ સહિત લોન કરાર વિશે તમામ જાણકારી  (KFS) આપવી પડશે. અત્યારે વિશેષ રૂપથી કોમર્શિયલ બેંક તરફથી આપવામાં આવેલા વ્યક્તિગત લેણદારો, આરબીઆઇના દાયરામાં આવનારએકમોના ડિજિટલ લોન અને નાની રકમના લોનના સંબંધમાં લોન કરાર વિશે તમામ જાણકારી આપવી ફરજિયાત કરવામાં આવ્યું છે. 

સ્ટોરરૂમમાં સંતાઇને બચાવ્યો જીવ, ભારતીય મૂળના દંપતિએ સંભળાવી ખૌફનાક કહાની
આજે મહાઅષ્ટમી પર સર્જાશે ઘણા શુભ યોગ, આ 5 રાશિઓનું અમીર બનવું ફાઇનલ

આરબીઆઈએ જાહેર કર્યું નિવેદન
આરબીઆઈએ નિવેદનમાં કહ્યું કે લોન માટે કેએફએસ પરના નિર્દેશોને સુમેળ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે આરબીઆઈના કાર્યક્ષેત્રમાં આવતી તમામ નાણાકીય સંસ્થાઓના ઉત્પાદનો અંગે પારદર્શિતા વધારવા અને ગ્રાહકોને લોન વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે લેનારા નાણાકીય નિર્ણયો સમજી વિચારીને લઈ શકશે.

WATCH: 108 મીટર મોન્સ્ટર સિક્સ, ગર્જ્યું DK નું બેટ, ફટકારી સૌથી લાંબી સિક્સર
કેમ કરોડોના માલિક હોવાછતાં પણ 1 BHK ફ્લેટમાં રહે છે સલમાન ખાન?

જલદી જ લાગૂ કરશે નવા નિયમો
આ નિર્દેશ આરબીઆઇના નિયમનના દાયરામાં આવનાર તમામ એકમો  (RE) તરફથી આપવામાં આવેલા રિટેલ અને એમએસએમઇ ટર્મ લોનના મામલા લાગૂ હશે. કેએફએસ સરળ ભાષામાં લોન કરારના મુખ્ય તથ્યોનું એક વિવરણ છે. આ લોન લેનારને યોગ્ય જાણકારી પુરી પાડવી પડશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે નાણાકીય સંસ્થા દિશાનિર્દેશોને જલદી લાગૂ કરવા માટે જરૂરી ઉપાય કરશે. 

Citroen C3 Aircross ખરીદવી કે નહી? જાણો તેના 5 પોઝિટિવ, 2 નેગેટિવ
સસ્તી 4x4 SUV લેવી છે? આ છે સૌથી વ્યાજબી, Scorpio-N પણ લિસ્ટમાં

1 ઓક્ટોબરથી બદલાશે નિયમો
ઑક્ટોબર 1, 2024 ના રોજ અથવા તે પછી મંજૂર કરાયેલ તમામ નવી રિટેલ અને MSME ટર્મ લોન માટે માર્ગદર્શિકા ફરજિયાત છે. આમાં વર્તમાન ગ્રાહકોને આપવામાં આવેલી નવી લોનનો પણ સમાવેશ થાય છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે તૃતીય પક્ષ સેવા પ્રદાતાઓ વતી વાસ્તવિક ધોરણે કેન્દ્રીય બેંકના કાર્યક્ષેત્ર હેઠળ સંસ્થાઓ દ્વારા લોન લેતી સંસ્થાઓ પાસેથી વસૂલવામાં આવતી વીમા અને કાનૂની ફી જેવી રકમ પણ વાર્ષિક ટકાવારી દર (એપીઆર) નો ભાગ હશે.

OFFER: iPhone 15 ને સૌથી સસ્તામાં ખરીદવાની તક, આ રીતે મળશે 50 હજારનું ડિસ્કાઉન્ટ
કંબોડિયામાં 'અપ્સરા' બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાની

લોન લેનારની મરજી વિના નહી લેવામાં આવે કોઇ ચાર્જ
આ વિશે અલગથી ખુલાસો કરવામાં આવે જ્યાં પણ આરબીઆઇ એવા ચાર્જ વસૂલીમાં સામેલ છે, યોગ્યની અંદર દરેક ચૂકવણી માટે લોન લેનારાઓને પ્રાપ્ત રસીદ અને સંબંધિત દસ્તાવેજ પુરા પાડવામાં આવશે. આ ઉપરાંત એવા ચાર્જ જેનો ઉલ્લેખ કેએફએસમાં નથી, ઉધારકર્તાની સ્પષ્ટ સહમતિ વિના લોનની અવધિ દરમિયાન કોઇપણ તબક્કામાં આ પ્રકારના ચાર્જ વસૂલવામાં ન આવે. જોકે ક્રેડિટ કાર્ડના મામલે પ્રાપ્ત થનાર રાશિને લઇને જોગવાઇમાંથી છૂટ આપવામાં આવી છે. 

ઇનપુટ- ભાષા એજન્સી સાથે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More