Home> Business
Advertisement
Prev
Next

Bank Holidays March 2022: માર્ચમાં 13 દિવસ બંધ રહેશે બેંક! અહીં ચેક કરો રજાઓનું લિસ્ટ અને ફટાફટ કામ પતાવી દો

માર્ચ મહિનામાં બેંકોની કુલ 13 દિવસની રજાઓમાં (માર્ચમાં બેંક રજાઓ) 4 રજાઓ રવિવારની છે. તેના સિવાય ઘણી રજાઓ પડવાની છે. પરંતુ તેની સાથે એવું પણ જાણી લો કે એવી ઘણી રજાઓ છે જે આખા દેશમાં એક સાથે નહીં પડે એટલે કે આખા દેશમાં એક સાથે 13 દિવસ સુધી બેંકો બંધ નહીં રહે.

 Bank Holidays March 2022: માર્ચમાં 13 દિવસ બંધ રહેશે બેંક! અહીં ચેક કરો રજાઓનું લિસ્ટ અને ફટાફટ કામ પતાવી દો

Bank Holiday March 2022: આવતીકાલથી માર્ચ મહિનાની શરૂઆત થઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ માર્ચ 2022 મા કેટલા દિવસ બેંક બંધ રહેશે તેનું એક લિસ્ટ જાહેર કર્યું છે. જો તમે પણ માર્ચ મહિનામાં બેંકને લગતું કોઈ કામ કરવાના હોય તો બ્રાન્ચમાં જતા પહેલા બેંકની રજાઓની યાદી ચોક્કસ તપાસો. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી અનુસાર માર્ચ 2022માં બેંકો કુલ 13 દિવસ માટે બંધ રહેશે.

RBIએ આપી માહિતી 
માર્ચ મહિનામાં બેંકોની કુલ 13 દિવસની રજાઓમાં (માર્ચમાં બેંક રજાઓ) 4 રજાઓ રવિવારની છે. તેના સિવાય ઘણી રજાઓ પડવાની છે. પરંતુ તેની સાથે એવું પણ જાણી લો કે એવી ઘણી રજાઓ છે જે આખા દેશમાં એક સાથે નહીં પડે એટલે કે આખા દેશમાં એક સાથે 13 દિવસ સુધી બેંકો બંધ નહીં રહે. RBIની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.

રજાઓની યાદી 
તારીખ                     દિવસ                               રજાઓ

1 માર્ચે                    મહાશિવરાત્રી            અગરતલા, આઈઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, કોલકાતા, નવી દિલ્હી, પણજી, પટના અને શિલોંગ સિવાયના સ્થળોએ બેંકો બંધ
3 માર્ચે                    લોસર                       ગંગટોકમાં  બેંક બંધ
4 માર્ચે                    ચાપચર કુટ               આઈઝોલમાં બેંક બંધ
6મી માર્ચ                 રવિવાર                   સાપ્તાહિક રજા
12 માર્ચ                   શનિવાર                  મહિનાનો બીજો શનિવાર
13 માર્ચ                   રવિવાર                   સાપ્તાહિક રજા
17 માર્ચે                   હોલિકા દહન           દેહરાદૂન, કાનપુર, લખનૌ અને રાંચીમાં બેંકો બંધ
18 માર્ચે                   હોળી/ધુલેતી/ડોલ જાત્રા    બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમ સિવાયના સ્થળોએ બેંકો બંધ
19 માર્ચ                   હોળી/યાઓસાંગ       ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં બેંક બંધ
20 માર્ચ                   રવિવાર                   સાપ્તાહિક રજા
22 માર્ચ                   બિહાર દિવસ           પટનામાં બેંક બંધ
26 માર્ચ                    શનિવાર                 મહિનાનો ચોથો શનિવાર
27 માર્ચ                    રવિવાર                   સાપ્તાહિક રજા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More