Home> Business
Advertisement
Prev
Next

Bajaj Finance એ લોન્ચ કરી 39 મહિનાની સ્પેશિયલ FD, ગ્રાહકોને મળશે 7.85% નું દમદાર રિટર્ન

બજાજ ફાયનાન્સે 44 મહિનાની એફડી પર પોતાના સામાન્ય ગ્રાહકોને 7.0 ટકા અને સીનિયર સિટીઝન ગ્રાહકોને 7.95 ટકાનું હાઈએસ્ટ વ્યાજ આપશે. વધેલો વ્યાજદર આજથી લાગૂ કરી દેવામાં આવ્યો છે. 

Bajaj Finance એ લોન્ચ કરી 39 મહિનાની સ્પેશિયલ FD, ગ્રાહકોને મળશે 7.85% નું દમદાર રિટર્ન

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ચે રેપો રેટમાં વધારો કર્યાં બાદ મોટી બેન્કો સિવાય નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NDFC) પણ ફિક્સ્ડ  ડિપોઝિટ (FD) રેટ્સ વધારવામાં પાછળ નથી. આ ક્રમમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, બજાજ ફાયનાન્સ (Bajaj Finance) એ પોતાના ગ્રાહકો માટે 39 મહિનાની સ્પેશિયલ એફડી લોન્ચ કરી છે. આ સ્પેશિયલ એફડી સ્કીમ હેઠળ બજાજ ફાયનાન્સ પોતાના જનરલ ગ્રાહકોને 7.60 ટકા અને પોતાના સીનિયર સિટીઝન ગ્રાહકોને 7.85 ટકા વ્યાજ આપશે. આ સિવાય બજાજ ફાયનાન્સ 44 મહિનાની એફડી પર પોતાના સામાન્ય ગ્રાહકોને 7.70 ટકા અને સીનિયર સિટીઝન ગ્રાહકોને 7.95 ટકાનું વ્યાજ આપશે. નવા વ્યાજદર આજથી લાગૂ થઈ ગયા છે. 

સામાન્ય ગ્રાહતોને મળી રહ્યું છે 7.70 ટકા વ્યાજ
બજાજ ફાયનાન્સ પોતાના ગ્રાહતોને 12 મહિનાથી 23 મહિનાની કમ્યુલેટિવ એફડી પર 6.8 ટકા, 24 મહિનાથી 35 મહિનાની એફડી પર 7.25 ટકા, 36 મહિનાથી 60 મહિનાની એફડી પર 7.5 ટકા, 15 મહિનાની સ્પેશિયલ એફડી પર 6.95 ટકા, 18 મહિનાની સ્પેશિયલ એફડી પર 7 ટકા, 22 મહિનાની સ્પેશિયલ એફડી પર 7.1 ટકા, 30 મહિનાની સ્પેશિયલ એફડી પર 7.60 ટકા અને 44 મહિનાની સ્પેશિયલ એફડી પર 7.70 ટકા વ્યાજ આપી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ બધા એફડી રેટ્સ 5 કરોડ રૂપિયા સુધીની ડિપોઝિટ પર છે. 

આ પણ વાંચોઃ ચૂંટણીની સાઈડ ઈફેક્ટ! છેલ્લા 1 મહિનામાં સિંગતેલના ભાવમાં 100 રૂ ઘટ્યા, પણ સાવધાન....

સીનિયર સિટીઝનને મળશે 7.95 ટકા વ્યાજ
બજાજ ફાયનાન્સ પોતાના સીનિયર સિટીઝન ગ્રાહકોને 12 મહિનાથી 23 મહિનાની કમ્યુલેટિવ એફડી પર 7.05 ટકા, 24 મહિનાથી 35 મહિનાની એફડી પર 7.5 ટકા, 36 મહિનાથી 60 મહિનાની એફડી પર 7.75 ટકા, 15 મહિનાની સ્પેશિયલ એફડી પર 7.2 ટકા, 18 મહિનાની સ્પેશિયલ એફડી પર 7.25 ટકા, 30 મહિનાની સ્પેશિયલ એફડી પર 7.55 ટકા, 33 મહિનાની સ્પેશિયલ એફડી પર 7.55 ટકા, 39 મહિનાની સ્પેશિયલ એફડી પર 7.85 ટકા અને 44 મહિનાની સ્પેશિયલ એફડી પર 7.95 ટકા વ્યાજ આપી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More