Home> Business
Advertisement
Prev
Next

નીરવ મોદી મામલે લેવાયો મોટો નિર્ણય, વાંચીને કહેશો શાબાશ

EDએ આ મામલે સ્વિસ અધિકારીઓને વિનંતી કરી હતી કે આ પૈસા ભારતીય બેંકો પાસેથી ખોટી રીતે લેવામાં આવ્યા હોવાન કારણે એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવે.

નીરવ મોદી મામલે લેવાયો મોટો નિર્ણય, વાંચીને કહેશો શાબાશ

નવી દિલ્હી : હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી માટે ખરાબ સમાચાર છે. સ્વિર્ટઝલેન્ડના અધિકારી નીરવ મોદી તેમજ તેની બહેન પૂર્વી મોદીના બેંક એકાઉન્ટને ફ્રિઝ કરી દીધું છે. તેમના ચાર બેંક એકાઉન્ટ હતા જેમાં લગભગ 283 કરોડ રૂપિયા જમા થયેલા હતા. EDએ આ મામલે સ્વિસ અધિકારીઓને વિનંતી કરી હતી કે આ પૈસા ભારતીય બેંકો પાસેથી ખોટી રીતે લેવામાં આવ્યા હોવાન કારણે એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવે. 

નોંધનીય છે કે અત્યાર સુધી નીરવ મોદીની જામીન અરજી ચાર વખત ફગાવી દેવામાં આવી છે. છેલ્લી સુનાવણી દરમિયાન જસ્ટિસ ઇંગ્રિડ સિમલરે કહ્યું હતું કે એવા પુરાવા છે કે જો તેને જેલમાંથી મુક્ત કરવામાં આવે તો તે ઇંગ્લેન્ડ છોડીને ભાગી શકે છે. નીરવ મોદીને 19 માર્ચે લંડનમાં પકડવામાં આવ્યો  હતો. ધરપકડ પછી તે સાઉથ-વેસ્ટ લંડનની વાંડ્સવર્થ જેલમાં બંધ છે. તેણે વકીલને જામીન માટે 20 લાખ પાઉન્ડ જમા કરવાની વાત કરી હતી. જોકે જજના નિવેદન પ્રમાણે સાક્ષીઓને ધમકી મળી રહી છે અને જો નીરવ મોદી જેલની બહાર જશે તો ઇંગ્લેન્ડ છોડીને ભાગી શકે છે. 

આ સિવાય PNB કૌભાંડના બીજા આરોપી અને નીરવ મોદીના મામા મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. હાલમાં મેહુલ ચોક્સી એન્ટિગુઆમાં છે. એન્ટિગુઆના વડાપ્રધાને કહ્યું છે કે મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરી દેવામાં આવશે અને તેમને કાનૂની રીતે ભારત મોકલી દેવામાં આવશે. 

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More