Home> Business
Advertisement
Prev
Next

Avan Xero Plus ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

Avan Xero Plus ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

મહારાષ્ટ્રની ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવનાર અવન મોટર્સે પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Avan Xero Plus લોન્ચ કર્યું છે. પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતો અને ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી માંગને જોતાં કંપનીએ ઘણી ખૂબીઓથી સજ્જ આ સ્કૂટર લોન્ચ કર્યું છે. 

ખર્ચ માત્ર 10 ટકા
ખાસ વાત એ છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ચલાવવાનો ખર્ચ પેટ્રોલથી ચાલનાર અન્ય ટૂ-વ્હીલર્સની તુલનામાં માત્ર 10 ટકા છે. એટલે કે Avan Xero Plus થી તમે તમારા ટૂ-વ્હીલરના મહિનાના ખર્ચમાં 90 ટકાની બચત કરી શકો છો. આ સ્કૂટરની બેટરી ઘરમાં જ ચાર્જ કરી શકાય છે.
fallbacks

45 કિમી/ કલાકની સ્પીડ
Avan Motors નો દાવો છે કે એકવાર ચાર્જિંગ બાદ આ સ્કૂટર 110 કિલોમીટર દોડશે. તેની વધુમાં વધુ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે બજારના કામકાજ માટે આ ખૂબ જ અનુકૂળ છે. Avan Xero Plus સ્કૂટરમાં બે બેટરી પેક આપવામાં આવ્યા છે.
fallbacks

ડ્યૂલ લિથિયમ-આયન બેટરી
Avan Xero Plus સ્કૂટરમાં ડ્યૂલ લિથિયમ-આયન બેટરી પેક સાથે 800 વોટની ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે. આ લિથિયમ-આયન બેટરીને ઘરમાં જ 2-4 કલાકમાં ચાર્જ કરી શકાશે અને એક બેટરીનું વજન 8 કિલોગ્રામ છે. એક બેટરથી સ્કૂટર 60 કિલોમીટર અને બંને બેટરીથી 110 કિલોમીટર સુધીની મુસાફરી કરઈ શકાય છે. આ બેટૅરીઓને સ્કૂટરમાંથી નિકાળીને ઘરે પાવર સપ્લાઇ સોકિટથી ચાર્જ કરી શકાય છે.
fallbacks

ત્રણ કલરમાં ઉપલબ્ધ
Xero Plus ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ડિજિટલ સ્પીડોમીટર આપવામાં આવ્યું છે અને ત્રણ રંગો સફેદ, બ્લૂ, અને રેડ કલરમાં ઉપલબ્ધ છે. તેની પાછળ 15.2 લીટરનું સ્ટોરેજ બોક્સ આપવામાં આવ્યું છે. આ સ્કૂટર પર કિલોગ્રામ વજન સુધીની સવારી આરામથી કરી શકાશે. 
fallbacks

કિંમત માત્ર 47,000 રૂપિયા
આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગળના વ્હીલમાં ડિસ્ક બ્રેક અને ગત વ્હીલમાં ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે. Avan Motors ના આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત પણ અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટરોના મુકાબલે ખૂબ ઓછી છે. કંપનીએ Xero Plus સ્કૂટરની કિંમત માત્ર 47,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More