Home> Business
Advertisement
Prev
Next

Amul ડેરી ઈલેક્શનમાં રામસિંહ પરમારની પેનલ વિજેતા બની

ગત વર્ષોમાં આ પેનલ દ્વારા અમૂલને 7000 કરોડના ટર્ન ઓવર સુધી લઈ જવામાં સફળતા મળી હતી

Amul ડેરી ઈલેક્શનમાં રામસિંહ પરમારની પેનલ વિજેતા બની

લાલજી પાનસુરીયા/આણંદ :આણંદ ખાતે આવેલી અમૂલ ડેરી (Amul) માં 29 ઓગસ્ટના રોજ મતદાન યોજાયું હતું. જેના આજે સવારના 9 વાગ્યાથી ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ બાર બ્લોકની ચૂંટણી  (amul election) માં હાલના ચેરમેન રામસિંહભાઈ પરમારની પેનલનો ભવ્ય વિજય થયો છે. ગત વર્ષોમાં આ પેનલ દ્વારા અમૂલને 7000 કરોડના ટર્ન ઓવર સુધી લઈ જવામાં સફળતા મળી હતી. ત્યારે આણંદ, ખેડા અને મહીસાગરના મતદારો દ્વારા ફરીથી આ જ પેનલને વિજય બનાવવામાં આવી છે. તો અમૂલની ચૂંટણીમાં સૌથી મોટો ફેરફાર એ આવ્યો કે, આણંદ બ્લોકમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે ભાજપના ઉમેદવારને ચાર મતથી માત આપ્યો છે.  

નર્મદાનાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું, ગરુડેશ્વરનું નર્મદેશ્વર મંદિર પાણીના વહેણમાં આખેઆખું તૂટ્યું

કોરોના મહામારી વચ્ચે અમૂલની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હાલના ચેરમેન રામસિંહભાઈ પરમારની પેનલ ફરીથી સત્તા પર આવી છે. મીડિયા સાથે વાતચીતમાં તેઓએ કહ્યું કે, આગામી સમયમાં અમૂલ ડૅશ હજાર કરોડના ટર્નઓવર સુધી લઇ જવાની અને કોલકાત્તામાં આવેલ જમીન પર ડેવલપમેન્ટ કરવામાં આવનારા છે. સાથે સાથે રાજ્ય સરકાર, સ્થાનિક અધિકારી મતદારોનો મને જીતવવા બદલ આભાર છે. 

મહત્વના અપડેટ : લાખોની અવરજવર ધરાવતો અમદાવાદ-ધંધુકા હાઈવે થયો બંધ... 

ઉલ્લેખનીય છે કે, ૭ હજાર કરોડ ઉપરાંતનુ ટર્નઓવર કરી સહકારી માળખું ધરાવતી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (Amul)ના ચૂંટણી નિયામક મંડળની આજે ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. અમૂલના 12 ડિરેક્ટર માટે આ ચૂંટણી (amul election) યોજાઈ હતી. જેમાં 1049 દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની 1200 મંડળીઓમાંથી મતદારો મતદાન કરવા આણંદ અમૂલ ડેરીમાં આવ્યા હતા. 11 બેઠકો માટે 31 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. 12 બેઠકો પૈકી અગાઉ ઠાસરા બ્લોકમાં ચેરમેન રામસિંહ પરમાર બિનહરિફ બન્યા હતા. તો આણંદ, પેટલાદ અને માતર બ્લોકની બેઠકોના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ચૂંટણી યોજાઈ હતી. 

  • ખંભાત

સીતાબેન પરમાર
કુલ મત 98
મળેલ મત 76

  • આણંદ

કાંતિભાઈ સોઢાપરમાર
કુલ મત 107
મળેલ મત 41

બોરસદ
94 માંથી 94 મત મળેલ
રાજેન્દ્રસિંહ પરમાર

  • પેટલાદ 

મત 91
મળેલ મત 45
વિપુલભાઈ પટેલ વિજય

  • બાલાસિનોર

કુલ મત 86
મળેલ મત 62
રાજેશ પાઠક

  • ખંભાત

સીતાબેન પરમાર
કુલ મત 98
મળેલ મત 76

  • કઠલાલ

કુલ મત 98
મળેલ મત 48
ઘેલાભાઈ ઝાલા

  • મહેમદાવાદ

કુલ મત 98
મળેલ મત 51
જુવાનસિંહ ચૌહાણ

રાજકોટમાં કોરોનાનો કહેર વધતા સરકાર એકશનમાં આવી, હેલ્થ ટીમ તાબડતોબ પહોંચી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More