Home> Business
Advertisement
Prev
Next

Amul એ હાંસલ કરી મોટી સિદ્ધિ, ભારત-ચીન સરહદ પર મળશે હવે અમૂલના પ્રોડક્ટ્સ

અમૂલે (Amul) મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચીન સરહદ (Indo-China Border) નજીક પોતાનું આઉટલેટ ખોલ્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આરે.એસ. સોઢીએ (R S Sodhi) તેની જાણકારી આપી છે

Amul એ હાંસલ કરી મોટી સિદ્ધિ, ભારત-ચીન સરહદ પર મળશે હવે અમૂલના પ્રોડક્ટ્સ

નવી દિલ્હી: અમૂલે (Amul) મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચીન સરહદ (Indo-China Border) નજીક પોતાનું આઉટલેટ ખોલ્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આરે.એસ. સોઢીએ (R S Sodhi) તેની જાણકારી આપી છે. આરે.એસ. સોઢીએ તેના પર કહ્યું કે, અમૂલે લેહમાં (Leh) ભારતની સૌથી ઉંચાઈ પર પોતાની 70 મી શાખા ખોલવા પર ગર્વ છે. જે સંપૂર્ણ રીતે આસપાસના ઠંડા અને વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાથી સજ્જ છે.

અમૂલની આ શાખા શિયાળામાં રસ્તો બંધ થાય ત્યારે પણ ચીન સરહદ સુધીના દૂરના વિસ્તારોની માંગને પહોંચી વળવા કામ કરશે. તમને જણાવી દઇએ કે, અમૂલ ભારતની સૌથી મોટી ફૂડ અને ડેરી કંપની છે. તેની વાર્ષિક આવક 38,500 કરોડ છે.

કેવી રીતે કામ કરે છે અમૂલ?
અમૂલ 6 મિલિયન લિટર દૂધ રોજ 10,755 ગામોમાંથી સંગ્રહિત કરે છે અને આ ગામ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા છે. લોકો સુધી એક સારા ઉત્પાદને પહોંચાડવા માટે અમૂલ દ્વારા એક 3 ટાયર મોડેલનો ઉપોયગ કરવામાં આવે છે, જેમાં પહેલા ગામમાંથી એક સંસ્થા પાસેથી દૂધ લેવામાં આવતું હતું (જે પ્રાઇમરી પ્રોડ્યૂસર હતા). ત્યારબાદ આ દૂધ જિલ્લાના સહયોગી દૂધ ભંડાર પાસે મોકલવામાં આવતું હતું. તે દૂધને યોગ્ય તાપમાન પર રાખવામાં આવતું હતું અને તેને રાખવા માટે તેમાં રાસાયણિક પદાર્થ નાખવામાં આવતા હતા.

ત્યારબાદ ત્રીજા તબક્કામાં તે દૂધ ફેડરેશન (જ્યાં દૂધનું પ્રોસેસિંગ અને તેને બજારમાં વેચવાનું કામ કરતા હતા) ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. આ મોડલમાંથી દલાદ/ વચેટીયાને સંપૂર્ણ રીતે હટાવવામાં આવ્યા હતા અને તે ગામના લોકો માટે ફાયદાનું સાધન બની ગયું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More