Home> Business
Advertisement
Prev
Next

1.75 રૂપિયા પ્રતિ કિ.મીના દરે હવાઇ મુસાફરી, અલગથી મળશે 10% એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ

જો તમે આગામી દિવસોમાં ક્યાંય યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે એકદમ સસ્તા ભાવે ફ્લાઇટની ટિકિટ બુક કરી શકે છે. માત્ર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે તમે ફ્લાઇટ વડે યાત્રાની મજા માણી શકો છો. જોકે ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસજેટે પ્રતિ કિલોમીટરના દરે ભાડાનો સેલ લઇને આવી છે. તેમાં ઘરેલૂ ઉડાન માટે ભાડાના દર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટર અને ઇન્ટરનેશનલ ઉડાન માટે 2.50 રૂપિયા (શરૂઆતી) ઓફર કરી છે.

1.75 રૂપિયા પ્રતિ કિ.મીના દરે હવાઇ મુસાફરી, અલગથી મળશે 10% એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ

સૌરભ સુમન: જો તમે આગામી દિવસોમાં ક્યાંય યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે એકદમ સસ્તા ભાવે ફ્લાઇટની ટિકિટ બુક કરી શકે છે. માત્ર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે તમે ફ્લાઇટ વડે યાત્રાની મજા માણી શકો છો. જોકે ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસજેટે પ્રતિ કિલોમીટરના દરે ભાડાનો સેલ લઇને આવી છે. તેમાં ઘરેલૂ ઉડાન માટે ભાડાના દર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટર અને ઇન્ટરનેશનલ ઉડાન માટે 2.50 રૂપિયા (શરૂઆતી) ઓફર કરી છે.

આ પ્રકારે પેટ્રોલ પંપો પર અટકી શકે છે ગ્રાહકો સાથે છેતરપિંડી! સુપ્રીમ કોર્ટે પણ સરકારને કહ્યું 'ધ્યાન આપો'

ઓફર ફક્ત 9 ફેબ્રુઆરી સુધી
પ્રતિ કિલોમીટરના હિસાબે ભાડાની આ ઓફર હેઠળ તમને હવાઇ ટિકિટ બુકિંગ સ્પાઇસજેટની વેબસાઇટ અને એપ દ્વારા કરી શકો છો. મોબાઇલ એપથી બુકિંગ પર 5 ટકા વધારાનો ફાયદો લઇ શકો છો. તેના માટે પ્રોમોકોડ ADDON30 નો ઉપયોગ કરવો પડશે. તમને જણાવી દઇએ કે આ ઓફર ફક્ત 9 ફેબ્રુઆરી સુધી માન્ય છે. ઓફર હેઠળ બુકિંગ 5 ફેબ્રુઆરીથી શરૂ થઇ ગયું છે. આ પ્રકારે સ્પાઇસ જેટની આ ઓફરમાં ડોમેસ્ટિક ફ્લાઇટ માટે શરૂઆતી ભાડું 899 રૂપિયા છે જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ન્યૂનતમ ભાડું 3699 રૂપિયા છે. વધુ જાણકારી માટે તમે એરલાઇનની વેબસાઇટ https://www.spicejet.com/WinterSale.aspx પર પણ વિઝિટ કરી શકો છો. 

સ્માર્ટફોન બનાવનાર Xiaomi લોન્ચ કરશે સ્માર્ટ શૂઝ, જાણો શું છે ખાસ

બસથી સસ્તુ પડશે ભાડું
સ્પાઇસજેટના આ સેલમાં તમને હવાઇ મુસાફરીનો ખર્ચ ટ્રેન, બસ અથવા કેબ કરતાં પણ સસ્તો પડશે. સામાન્ય રીતે બસનું સરેરાશ ભાડું 2 રૂપિયા પ્રતિ કિલોમીટર પડે છે. આ પ્રકારની ટ્રેનમાં પણ સરેરાશ પ્રતિ કિલોમીટર ભાડુ 2 રૂપિયાની આસપાસ જ આપવું પડે છે. જો તમે કેબ વડે મુસાફરી કરો છો તો સરેરાશ તમારે 5 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે ભાડું ચૂકવવું પડે છે. પરંતુ સ્પાઇસજેટની આ ઓફરમાં તમે ફક્ત 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટર આપીને પણ મુસાફરી કરો છો. 

સમોસા વેચવા માટે છોડી Google ની નોકરી, આજે 50 લાખથી વધુનું છે ટર્નઓવર

10 ટકાની વધારાની છૂટ
જો તમે આ ઓફર હેઠળ એસબીઆઇ ક્રેડિટ કાર્ડ દ્વારા ટિકિટ બુકિંગ કરાવો છો તો તમને 10 ટકાની વધારાની છૂટ પણ મળશે. સાથે જ ફ્રી પ્રિયોરિટી ચેક ઇન સુવિધા પણ મળશે. એસબીઆઇ ક્રેડિટ કાર્ડ દ્વારા બુકિંગ કરાવો છો તમારે પ્રોમોકોડ SBISALEનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત જો તમે સ્પાઇસક્લબમાં રજિસ્ટર કરાવો છો તો તમને 200 વેલકમ લોયલ્ટી પોઈન્ટ પણ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More