Home> Business
Advertisement
Prev
Next

Hrithik Roshan Ad Controversy: ઋત્વિક રોશનની આ જાહેરાત બાદ બબાલ, વિવાદ બાદ કંપનીએ માંગી માફી

Controversial Zomato AD: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ તેમની વિવાદિત જાહેરાત પર માફી માંગી છે. બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈન સ્થિત મહાકાલના નામનો ઉપયોગ આ જાહેરાતમાં કર્યો હતો, જેના પર લોકો નારાજ હતા.

Hrithik Roshan Ad Controversy: ઋત્વિક રોશનની આ જાહેરાત બાદ બબાલ, વિવાદ બાદ કંપનીએ માંગી માફી

Boycott Bollywood Trend: તેમની નવી જાહેરાતમાં ઉજ્જૈન મહાકાલ મંદિરનો ઉલ્લેખ કરનારી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ માફી માંગી છે. સાથે જ તેમણે જાહેરાતને પણ તેમની વેબસાઈટ તથા અન્ય જગ્યાઓ પરથી હટાવી લીધી છે. ઝોમેટોએ આ જાહેરાત પર વિવાદ બાદ આજે રવિવારના પોતાનો પક્ષ સોશિયલ મીડિયા અને મીડિયામાં જાહેર કર્યો. તેમણે કહ્યું કે, અમે અમારી જાહેરાતમાં ઉજ્જૈનમાં ચાલતા મહાકાલ રેસ્ટોરાંનો ઉલ્લેખ કર્યો હતો, જેના મેનુમાં થાલીનો એક વિકલ્પ છે. અમારો સંકેત મંદિર તરફ ન હતો. કંપનીએ કહ્યું કે, અમારી નવી જાહેરાતમાં દેશના વિવિધ શહેરોમાં લોકપ્રિય રેસ્ટોરાંઓ તથા તેમના ચર્ચિત વ્યંજનોને સામેલ કરવામાં આવ્યા છે. મહાકાલ રેસ્ટોરાં પણ તેનો ભાગ હતો.

માફી અને જાહેરાત
તેમના પત્રમાં કંપની સ્પષ્ટ લખે છે કે અમે ઉજ્જૈનના લોકોની ભાવનાઓનું આદર કરીએ છીએ અને વિવાદિત જાહેરાત હવે ચાલી રહી નથી. અમે માફી માંગીએ છીએ કેમ કે, અહીં કોઈના વિશ્વાસ અને ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. કંપનીએ કહ્યું કે આ પછી પણ જો કોઈ પ્રશ્ન અથવા જાણકારી જોઈએ તો તે તેમના મીડિયા વિભાગનો સંપર્ક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ઝોમેટો કંપનીની નવી જાહેરાતમાં બોલીવુડ સ્ટાર ઋત્વિક રોશન સુરક્ષા દળોની એક વેનમાં લશ્કરી યુનિફોર્મમાં બેઠો છે. અચાનક બહાર બાઈકનો અવાજ આવે છે અને વેનનો દરવાજો વાગે છે, પછી બધા સૈનિકો બંદૂક બતાવે છે. દરવાજો ખુલે છે અને સામે ફૂડ પેકેટ લઇને યુવક જોવા મળી રહ્યો છે. સૈનિક પૂછે છે કોણે મંગાવ્યું, તો ઋત્વિક રોશન ફૂડ ડિલિવરી બોય પાસેથી પેકેટ લીધા બાદ કહે છે, થાળીનું મન કર્યું, ઉજ્જૈનમાં છીએ, તો મહાકાલથી મંગાવી લીધી.

આ પણ વાંચો:- રિલાયન્સને થયું મોટું નુકસાન! આ રીતે લાગ્યો 12,883 કરોડ રૂપિયાનો ઝટકો

લાગણીઓને પહોંચી ઠેસ
આ જાહેરાત પર ઉજ્જૈનના મહાકાલ મંદિરના પુજારીઓ અને સ્થાનીક લોકોએ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, મહાકાલનો અર્થ મંદિર છે અને ત્યાંથી ભોજનની થાળી બહાર ક્યાં મોકલવામાં આવતી નથી. મંદિર પરિસરમાં જ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. તેમણે આ જાહેરાતને મહાકાલ અને હિંદુઓનું અપમાન ગણાવી હતી. સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. હિંદુ ધર્મ અને સનાતનની લાગણીઓને વારંવાર ઠેસ પહોંચાડવાના આરોપો વચ્ચે બોલીવુડ પહેલાથી જ બહિષ્કાર અભિયાનનો સામનો કરી રહ્યું છે. મોટા સ્ટાર્સની ફિલ્મો પીટાઈ રહી છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઋત્વિક રોશનના આ વિવાદમાં ઘેરાવવું તેની આગામી ફિલ્મ વિક્રમ વેધા માટે સારા સંકેત નથી. ઋત્વિક રોશન આગામી ફિલ્મ વિક્રમ વેધા 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More