Home> Business
Advertisement
Prev
Next

સીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાગુ

Edible Oil Price Hike : છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં વધારો, સિંગતેલના એક ડબ્બાનો ભાવ 70 રૂપિયા વધ્યો, સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2580 થી વધીને 2650 રૂપિયા થયો
 

સીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાગુ
Updated: Jul 04, 2024, 11:56 AM IST

Groundnut Oil Prices રાજકોટ : અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવે છે. જુન મહિના પહેલા તેલના ભાવમાં ઘટાડો કરાય છે અને દિવાળી સુધીમા તેલના ભાવોમાં વધારો ઝીંકાય છે, સરવાળે બધુ સરભર થઈ જાય છે. આખા વર્ષમાં તેલના ભાવમાં કરાતા ઘટાડાની સામે તેલના ભાવમાં ઝીંકાતો વધારો વધુ હોય છે. ત્યારે ફરી એકવાર સીંગતેલ મોંઘુ બન્યું છે. 

છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં ડબ્બે 70 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં ખૂલતા બજારે આજે 15 કિલો ડબ્બો 2580 થી વધીને 2650 રૂપિયા થયો છે. સીંગતેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. અષાઢી બીજ અને સાતમ આઠમના તહેવારમાં ખાદ્યતેલ મોંઘુ થયું છે. ઓફ સીઝન હોવા છતા ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘુ થતું જશે. 

જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય ખાદ્યતેલમાં ભાવ વધારા કરાઈ રહ્યો છે. ત્યારે 2024 ની શરૂઆતથી પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધ-ઘટ થવાની શક્યતા છે. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. મગફળીની જે આવક છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પીલાણમાં નથી જતી. આ કારણે સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે. 

જંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, બિલ્ડરોએ સરકારને કરી રજૂઆત

ખાદ્યતેલના ભાવ વધારા અંગે સિંગતેલના વેપારી ભાવેશ પોપટે માહિતી આપતા જણાવ્યું કે, સિંગતેલના ભાવમાં 35 થી 40 રૂપિયાનો વધારો થયો છે. ચોમાસાના કારણે પીલાણબરની મગફળીની આવક ઓછી થઈ છે. નબળી ક્વોલિટીના તેલની ચાઇનામાં નિકાસ થઈ છે. સીંગતેલ, કપાસિયા તેલમા મેં અને જૂન મહિનામાં 150 રુપિયાનો ઘટાડો થયો હતો. 

સીંગતેલના વેપારીએ કહ્યું કે, આ વર્ષે મગફળીનું પણ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. પરંતુ ગત વર્ષે ગુલાબી ઈયળ અને કપાસના ભાવ ન મળતા ખેડૂતો ફરી મગફળી તરફ વળ્યા છે. રાજકોટ, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓમાં મગફળીનું વાવેતર વધ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીનું વાવેતર વધુ થશે.

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : દાંતામાં 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદથી આફત આવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે