Home> Business
Advertisement
Prev
Next

અદાણી નડ્યા : ચાર દિવસમાં 7,00,000 કરોડ રૂપિયા સ્વાહા! ભારતને પછાડીને બ્રિટન આગળ

Adani Enterprises share: છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ 1,500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. બુધવારે ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3.9 લાખ કરોડ ઘટીને રૂ. 261.3 લાખ કરોડ થયું છે. આ વર્ષે MSCI ઈન્ડિયા ઈન્ડેક્સ 6.1 ટકા ઘટ્યો છે. 24 જાન્યુઆરીથી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે.

અદાણી નડ્યા :  ચાર દિવસમાં 7,00,000 કરોડ રૂપિયા સ્વાહા! ભારતને પછાડીને બ્રિટન આગળ

Adani group: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે બજાર સતત ચોથા સત્રમાં નીચે બંધ થયું હતું. તેની અસર ભારતના ઈક્વિટી માર્કેટ પર પડી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, યુકે હવે ભારતને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે. નવ મહિનામાં પહેલીવાર બ્રિટને આ મામલે ભારતને હરાવ્યું છે. યુકેની પ્રાથમિક સૂચિનું સંયુક્ત માર્કેટ કેપ મંગળવારે $3.11 ટ્રિલિયન પર પહોંચી ગયું છે, જે ભારતના કરતાં $5.1 બિલિયન વધુ છે. 

29 મે પછી પ્રથમ વખત યુકેના ઇક્વિટી માર્કેટે ભારતને પાછળ છોડી દીધું છે. પાઉન્ડ નબળો પડતાં યુકેનું બજાર રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. બીજી તરફ તાજેતરમાં ભારતના શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ આજે 900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. છેલ્લા ચાર દિવસના ઘટાડાથી રોકાણકારોને રૂ.7 લાખ કરોડનું નુકસાન થયું છે.

આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી

છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ 1,500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. બુધવારે ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3.9 લાખ કરોડ ઘટીને રૂ. 261.3 લાખ કરોડ થયું છે. આ વર્ષે MSCI ઈન્ડિયા ઈન્ડેક્સ 6.1 ટકા ઘટ્યો છે. 24 જાન્યુઆરીથી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે. આના કારણે ગ્રુપના માર્કેટ કેપમાં $142 બિલિયનનો ઘટાડો થયો છે. 

આ પણ વાંચો: નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ
આ પણ વાંચો: શ્રમ મંત્રાલયમાં નોકરી મેળવવા માગો છો તમારા માટે ગોલ્ડન તક, આ લોકો કરી શકે છે અરજી
આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ

BSE ઇન્ડેક્સ પણ 1 ડિસેમ્બરની ટોચથી 10 ટકા ઘટ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે અદાણી ગ્રુપ નકારાત્મક કારણોસર હેડલાઇન્સમાં છે. આ કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ચિંતિત છે અને તેઓ ભારત વિશે બાયસ બની શકે છે. પરંતુ આ આશંકા માત્ર અદાણી ગ્રુપ પુરતી જ સીમિત રહી શકે છે. વિદેશી રોકાણકારો ભારતના અન્ય શેરોમાં રોકાણ કરી શકે છે.

યુકેમાં તેજી
એજે બેલમાં રોકાણના વડા લૈત ખલફે જણાવ્યું હતું કે ખાસ કરીને યુકે શેરબજાર રોકાણકારોને માલામાલ બનાવી રહ્યું છે. ખાસ કરીને નાની અને મિડ-કેપ કંપનીઓએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. યુકેનો FTSE 350 ઇન્ડેક્સ આ વર્ષે 5.9 ટકા વધ્યો છે. બ્લુ ચિપ FTSE 100 એ ગયા અઠવાડિયે પ્રથમ વખત 8,000નો આંકડો પાર કર્યો હતો. પાઉન્ડના મૂલ્યમાં ઘટાડાને કારણે યુકેનું શેરબજાર પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો:  LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More