Home> Business
Advertisement
Prev
Next

અદાણી ગ્રુપ પર મહામારીની કોઈ અસર નહીં, આ શેરોએ બે વર્ષમાં આપ્યું 3000 ટકાનું રિટર્ન

Adani Group Stocks Return 3000 Percent In Two Years: બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર, શેરમાં તેજી આવતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને 129 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દુનિયાના ચોથા સૌથી ધનિક શખ્સ બન્યા છે. અદાણીએ આ વર્ષે અત્યાર સુધી તેમના પોર્ટપોલિયોમાં 48 અબજ ડોલરથી વધારે સંપત્તિ જોડી છે

અદાણી ગ્રુપ પર મહામારીની કોઈ અસર નહીં, આ શેરોએ બે વર્ષમાં આપ્યું 3000 ટકાનું રિટર્ન

Adani Group Stocks Return 3000 Percent In Two Years: કોરોના મહામારીથી સૌ કોઈના ધંધા-રોજગાર અને નોકરીઓને મોટી અસર થઈ છે. પરંતુ મહામારી વચ્ચે પણ છેલ્લા 25 મહિનામાં અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓએ રોકાણકારોને સારો નફો આપ્યો છે. અદાણી ગ્રુપના શેર દલાલ સ્ટ્રીટમાં અત્યાર સુધીમાં સૌથી મોટા ધન નિર્માતા તરીકે ઉભરી આવ્યા છે. 

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર, શેરમાં તેજી આવતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને 129 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દુનિયાના ચોથા સૌથી ધનિક શખ્સ બન્યા છે. અદાણીએ આ વર્ષે અત્યાર સુધી તેમના પોર્ટપોલિયોમાં 48 અબજ ડોલરથી વધારે સંપત્તિ જોડી છે. જ્યારથી કોરોના મહામારીની સ્ટોક્સ માર્કેટ પર અસર જોવા મળી રહી હતી ત્યારથી અદાણી ગ્રુપની કંપનીઓએ કેવું પ્રદર્શન કર્યું છે. આવો જાણીએ...

IPL 2022 ની સીઝનમાં કેકેઆરનો આ ખેલાડી સતત રહ્યો ફ્લોપ, ટીમ માટે બન્યો હારનું સૌથી મોટું કારણ

મોટા સંપત્તિ નિર્માતા તરીકે ઉભર્યું અદાણી ટોટલ ગેસ
27 એપ્રિલ 2022 ના અદાણી ગ્રુપના ગેસ વિતરણ એકમના સ્ટોકની કિંમત 3,045 ટકા વધીને 2,575 રૂપિયા થઈ ગઈ છે. જે 24 માર્ચ 2020 ના 81.9 રૂપિયા હતા. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીમાં 10,000 રૂપિયાનું રોકાણ 3.15 લાખ રૂપિયા થઈ ગયું છે. અદાણી ટોટલ ગેસ ઔદ્યોગિક, વ્યાપારી અને સ્થાનિક ક્ષેત્રોમાં પાઇપ્ડ નેચરલ ગેસ PNG અને પરિવહન ક્ષેત્રને સંકુચિત કુદરતી ગેસ CNG નો પુરવઠો આપવા માટે સિટી ગેસ વિતરણ નેટવર્ક વિકસિત કરી રહ્યું છે. અદાણી ટોટલ ગેસ છેલ્લા 25 મહિનામાં સૌથી મોટા સંપત્તિ નિર્માતા તરીકે ઉભર્યું છે.

ટોપ 10 ભારતીય કંપનીનો ભાગ અદાણી ગ્રીન એનર્જી
મહામારી વચ્ચે પણ અદાણી ગ્રીન એનર્જીના સ્ટોક્સમાં લગભગ 2000 ટકાનો વધારો થયો છે. 24 માર્ચ 2022 ના 141.25 રૂપિયાથી બુધવારના આ શેર વધીને 2957.8 રૂપિયા થઈ ગયા છે, જેથી 10 હજાર રૂપિયાનું રોકાણ 2.1 લાખ રૂપિયા થઈ ગયું છે. અદાણી ગ્રીન એનર્જી તાજેતરમાં ટોચની 10 સૌથી મૂલ્યવાન ભારતીય કંપનીનો ભાગ બની છે. અમદાવાદ હેડક્વાર્ટર ધરાવતી અદાણી ગ્રીન એનર્જી 2025 સુધીમાં 25 ગીગાવોટનો નવીનીકરણીય પોર્ટફોલિયો વિકસિત કરી રહી છે. જેમાં પવન ઉર્જા, સૌર ઉર્જા અને હાઈબ્રિડ વીજળી યોજનાઓ સામેલ છે. કંપની કામુથી સોલાર પાવર પ્રોજેક્ટનું સંચાલન કરે છે, જે દુનિયાના સૌથી મોટા તમામ ફોટોવોલ્ટેઇક પ્લાન્ટ્સમાંથી એક છે.

સોના-ચાંદીના ભાવ તૂટ્યા, 3 મેના આવી રહી છે અક્ષય તૃતિયા; ફટાફટ કરો ખરીદી

1988 માં સ્થપાયેલી અદાણી એન્ટરપ્રાઈઝ
1988 માં સ્થપાયેલી કંપની અને અગાઉ અદાણી એક્સપોર્ટ્સના નામથી ઓળખાતી અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે છેલ્લા 25 મહિનામાં 1,770 ટકાથી વધુનો ઉછાળો માર્યો છે. જે કોમોડિટી ટ્રેડિંગ વ્યવસાયમાં સામેલ હતી. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન શેરની કિંતમ 129.35 રૂપિયાથી વધીને 2420 રૂપિયા થઈ ગઈ છે. જેના કારણે 10 હજાર રૂપિયાનું રોકાણ 1.87 લાખ રૂપિયા થઈ ગયું છે.

અદાણી ટ્રાન્સમિશનના શેર તેજી
અમદાવાદ હેડક્વાર્ટર ધરાવતી અદાણી ટ્રાન્સમિશન એક ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન કંપની છે. વર્તમાનમાં તે 18,500 સીકેએમથી વધારે પાવર ટ્રાન્સમિશન લંબાઇ અને 38600 એમવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સાથે ભારતમાં કામ કરતી ખાનગી ક્ષેત્રની વીજળી ટ્રાન્સમિશન કંપનીઓમાંથી એક છે. અદાણી ટ્રાન્સમિશનના શેર છેલ્લા 25 મહિનામાં 1425 ટાકાથી વધારે તેજી જોવા મળી છે. જો તમે 24 માર્ચ 2022 ના કંપનીમાં 10 હાજર રૂપિયાનું રાકાણ કર્યું હોય તો આજે તે 1.53 લાખ રૂપિયા થઈ જાય છે.

શું તમે મોટું ડિસ્કાઉન્ડ લઇને ખરીદી કરો છો? તો ચોક્કસથી તમે છેતરાયા છો, જાણો કઈ રીતે

અદાણી પાવરે આપ્યું મોટું રિટર્ન
અમદાવાદના ખોડિયારમાં અદાણી પાવરના હેડક્વાર્ટર સાથે વિવિધ અદાણી ગ્રુપની શક્તિ અને ઊર્જા શાખા છે. અદાણી પાવરે આપેલા સમયગાળામાં 970 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. જેમાં 10 હજાર રૂપિયાનું રાકાણ 1.07 લાખ રૂપિયા થઈ જાય છે. અદાણી પાવરની 12,450 મેગાવોટની વીજળી ઉત્પાદન ક્ષમતા છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને છત્તીસગઢમાં થર્મલ પાવર પ્લાન અને ગુજરાતમાં 40 મેગાવોટની સૌર ઉર્જા યોજના સામેલ છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન
અદાણી ગ્રુપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંપની ભારતની સૌથી મોટી કોમર્શિયલ પોર્ટ ઓપરેટર છે, જે દેશના લગભગ ચોથા ભાગના માલવાહક માટે જવાબદાર છે. આ સમયગાળામાં લગભગ 300 ટકાનું રિટર્ન આપ્યું છે. જેમાં 10 હજાર રૂપિયાનું રોકાણ 39800 રૂપિયા થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાના સાત સમુદ્રી રાજ્યોમાં 13 સ્થાનિક પોર્ટમાં તેની હાજરી સઘન આંતરિક સંપર્ક સાથે સૌથી વ્યાપક રાષ્ટ્રીય પદચિહ્ન રજૂ કરે છે. પોર્ટને સૂકા કાર્ગો, લિક્વિડ કાર્ગો, કાચા માલથી લઈને કન્ટેનર સુધીના વિવિધ પ્રકારના કાર્ગોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

ગાંધીનગર મનપાની બે મહિલા કોર્પોરેટરના પતિઓ વચ્ચે વિખવાદ, વોટ્સએપ ચેટના સ્ક્રીન શોર્ટ થયા વાયરલ

તાજેતરમાં શેર માર્કેટમાં લિસ્ટ થયેલી અદાણી વિલ્મર
અદાણી વિલ્મરને 1999 માં અદાણી ગ્રુપ અને વિલ્મર ગ્રુપ વચ્ચે એક સંયુક્ત એન્ટરપ્રાઇઝ તરીકે શરૂ કરવામાં આવી હતી. આ ફોર્ચ્યૂન બ્રાન્ડ હેઠળ તેલ, ઘંઉનો લોટ, ચોખા, દાળ અને ખાંડ આપે છે. તાજેતરમાં શેર માર્કેટમાં લિસ્ટ થયેલી અદાણી ગ્રુપની નવી કંપની અદાણી વિલ્મરે તેના 230 રૂપિયાની ઇશ્યૂ કિંમતથી લગભગ 270 ટકાની વૃદ્ધિ કરી છે. આ કંપનીએ અત્યાર સુધી 10 હજાર રૂપિયાના રોકાણને 36,650 રૂપિયા પર પહોંચાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More