Home> Business
Advertisement
Prev
Next

અદાણી ગ્રુપે પોતાની આ કંપનીનું નામ બદલ્યું, એક વર્ષમાં 74% તૂટી ચુક્યો છે શેર

Adani Group: અદાણી ગ્રુપે પોતાની વીજળી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન કંપની અદાણી ટ્રાન્સમિશનનું નામ બદલી નાખ્યું છે. 
 

અદાણી ગ્રુપે પોતાની આ કંપનીનું નામ બદલ્યું, એક વર્ષમાં 74% તૂટી ચુક્યો છે શેર
Updated: Jul 27, 2023, 11:42 PM IST

અમદાવાદઃ Adani Transmission Update: અદાણી ગ્રુપે (Adani Group)વીજળી ટ્રાન્સમિશન-ડિસ્ટ્રિબ્યૂશન સાથે જોડાયેલી કંપની અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) નામ બદલી નાખ્યું છે. અદાણી ટ્રાન્સમિશનનું નવુ નામ હવે અદાણી એનર્જી સોલ્યૂશન્સ (Adani Energy Solutions)હશે. કંપનીના નામમાં ફેરફારનો નિર્ણય 27 જુલાઈ ગુરૂવારથી લાગૂ થઈ ગયો છે. 

કંપનીએ રેગ્યૂલેટરી ફાઇલિંગમાં સ્ટોક એક્સચેન્જો (Stock Exchanges) ને માહિતી આપી છે કે અદાણી ટ્રાન્સમિશનનું નામ બદલી અદાણી એનર્જી સોલ્યૂશન્સ લિમિટેડ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય 27 જુલાઈ 2023થી લાગૂ થઈ ગયો છે. કંપનીને તેની મંજૂરી આરઓસી (ROC)થી મળી ચુકી છે. કંપનીમાં નામમાં ફેરફાર સાથે જોડાયેલા ડોક્યૂમેન્ટ્સ સ્ટોક એક્સચેન્જમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે.

નવા નામ સાથે, અદાણી એનર્જી સોલ્યુશન્સ અદાણી ગ્રુપની ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન કંપની છે, જે 14 રાજ્યોમાં હાજર છે. કંપની પાસે કુલ 19779 ckm નું નેટવર્ક છે, જેમાંથી 15,371 ckm કાર્યરત છે અને 4408 ckm પ્રગતિમાં છે જે વિવિધ તબક્કામાં છે. કંપની વીજળી વિતરણના ક્ષેત્રમાં પણ છે. કંપની મુંબઈ અને મુન્દ્રા સેઝમાં 1.20 કરોડ ગ્રાહકોને વીજળી પૂરી પાડી રહી છે.

આ પણ વાંચોઃ ITR Filing: ચૂકી ગયા તારીખ તો ₹1000, ₹5,000 કે ₹10,000... કેટલો ભરવો પડશે દંડ?

અદાણી એનર્જી સોલ્યુશન્સે આંધ્રપ્રદેશમાં ત્રણ સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ્સ માટે LoA મેળવ્યું છે, જેમાં રૂ. 3700 કરોડમાં 2.7 મિલિયન સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાના છે. 31 જુલાઈ, 2023ના રોજ, અદાણી એનર્જી સોલ્યુશન્સ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરશે.

ગુરુવારે અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 1.22 ટકાના ઘટાડા સાથે રૂ. 805 પર બંધ થયો હતો. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ  ( Hindenberg Research Report) સામે આવ્યા બાદ શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના શેરે રૂ.4236ની ઊંચી સપાટી બનાવી હતી. પરંતુ રિપોર્ટ આવ્યા બાદ શેરનો ભાવ રૂ.631 પર આવી ગયો હતો. 2023માં સ્ટોકમાં લગભગ 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનું માર્કેટ કેપ રૂ. 89,797 કરોડ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે