Home> Business
Advertisement
Prev
Next

હવે ગુજરાતમાં ગાડી ચલાવવું પડશે મોંઘુ, અદાણીએ ગ્રાહકોને આપ્યો આંચકો

આમ તો નવું વર્ષ નવી આશાઓ લઈને આવે છે પરંતુ ગુજરાતના CNG PNG ગ્રાહકોના એટલા સારા નસીબ નથી, કારણ કે અમદાવાદમાં આવેલી અદાણી ગેસ લિમિટેડે CNG PNG ના ભાવ વધારીને નવા વર્ષે આંચકો આપ્યો છે. 

હવે ગુજરાતમાં ગાડી ચલાવવું પડશે મોંઘુ, અદાણીએ ગ્રાહકોને આપ્યો આંચકો

કેતન જોશી, અમદાવાદ: આમ તો નવું વર્ષ નવી આશાઓ લઈને આવે છે પરંતુ ગુજરાતના CNG PNG ગ્રાહકોના એટલા સારા નસીબ નથી, કારણ કે અમદાવાદમાં આવેલી અદાણી ગેસ લિમિટેડે CNG PNG ના ભાવ વધારીને નવા વર્ષે આંચકો આપ્યો છે. 

ગુજરતમાં હવે ગાડી ચલાવવું અને રાંધવું મોંઘુ બની ગયું છે, કારણ કે અદાણી ગેસ લિમિટેડે અમદાવાદ અને વડોદરામાં CNG અને PNG ના ભાવમાં 2 ટકાનો વધારો કર્યો છે. જોકે કંપની ફરીદાબાદ ને ખુર્જામાં PNG 3 ટકા સસ્તો કર્યો છે. અદાણીએ સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયો અને પીએનજીમાં 13.20 રૂપિયા પ્રતિ mmBtu નો વધારો કર્યો છે. તમને જણાવી દઇએ કે નવા વર્ષે સરકારી ઓઇલ કંપનીઓના સબસિડી વિનાના LPG સિલિન્ડરના ભાવ 120.50 રૂપિયા અને સબસિડીવાળાના ભાવ 5.91 રૂપિયા ઘટાડ્યા હતા.

ઓઈલ કંપનીઓની આ 'ટ્રિક'થી વધુ સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, જાણો આજના ભાવ

આટલો થયો વધારો
અમદાવાદ અને વડોદરામાં હવે એક કિલોગ્રામ સીએનજીનો ભાવ 54 રૂપિયાથી વધીને 55 રૂપિયા થઇ ગયો છે. તો બીજી તરફ પીએનજીના ભાવ પ્રતિ એમએમબીટીયૂ 669.30 થી વધીને 682.50 રૂપિયા થઇ ગયો છે. સીએનજીના ભાવ વધારાથી વાહન ચાલકો પર બોજો પડશે. પીએનજી મોંઘો થતાં રસોડાનું બજેટ બગડી જશે. અદાણી ગેસ ગુજરાતમાં 2.85 લાખ ઘરોમાં રસોઇ ગેસ સપ્લાઇ કરે છે અને લગભગ CNG ના 1.50 ગ્રાહકો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More