Home> Business
Advertisement
Prev
Next

8th Pay Commission: ક્યારે આવશે આઠમું પગાર પંચ? સરકારે આવ્યો જવાબ

8th Pay Commission: કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. હવે થોડા સમયમાં ફરી સરકાર દ્વારા કર્મચારીઓના ડીએમાં વધારાની જાહેરાત થઈ શકે છે. 

8th Pay Commission: ક્યારે આવશે આઠમું પગાર પંચ? સરકારે આવ્યો જવાબ

નવી દિલ્હીઃ 8th Pay Commission: કેન્દ્ર સરકાર દર વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. કોરોના કાળને છોડીને દર વર્ષે બે વખત ડીએમાં વધારો થઈ રહ્યો છે. ડીએમાં વધારો થવાથી સરકારી કર્મચારીઓને ફાયદો થાય છે. હવે મોદી સરકાર ફરી કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. સાથે સરકાર તરફથી આઠમાં પગાર પંચને લઈને પણ અપડેટ સામે આવ્યું છે. 

સરકાર 4 ટકા વધારી શકે છે DA
સરકાર  DAમાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો આમ થયું તો  DA 46 ટકા સુધી પહોંચી શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનું  DA 42 ટકા છે. એટલે કે આગામી વર્ષે જાન્યુઆરી બાદ મોંઘવારી ભથ્થું કે ડીઆર 50 ટકા સુધી પહોંચી જશે. આગામી વર્ષ સુધી ડીએ 50 ટકા સુધી પહોંચી શકે છે. જો તેમ થયું તો કેન્દ્ર સરકાર આઠમું પગાર પંચ લઈને આવશે. કેન્દ્ર સરકારે હાલમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. 

આ પણ વાંચોઃ 2 દાયકા બાદ આવી રહ્યો છે ટાટા ગ્રુપનો IPO, જાણો ડેટ, પ્રાઇઝ અને  GMP સહિત અન્ય વિગગ

શું સરકાર લાવશે આઠમું પગાર પંચ?
કેન્દ્ર સરકારે હાલમાં આઠમાં પગાર પંચની રચના પર પ્રતિક્રિયા આપી છે. લોકસભામાં આ વિશે એક મહત્વની જાહેરાત કરવામાં આવી. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે હાલ તેમની પાસે આઠમાં પગાર પંચને લઈને કોઈ પ્રસ્તાવ નથી. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ તેનો ખુલાસો કર્યો છે. એક સવાલના લેખિત જવાબમાં તેમણે આ જાણકારી આપી છે. 

વર્તમાનમાં 42 ટકા છે મોંઘવારી ભથ્થું
મોંઘવારી ભથ્થું હાલ 42 ટકા છે. તે જાન્યુઆરીથી જૂન 2023 સુધીના પીરિયડ માટે લાગૂ છે. સરકાર જુલાઈથી ડિસેમ્બર સુધીના સમયગાળા માટે ટૂંકમાં ડીએમાં વધારો કરશે. સરકાર આ વખતે પણ ચાર ટકાનો વધારો કરી શકે છે. જો તેમ થયું તો કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 46 ટકા પહોંચી જશે. સાથે આગામી વર્ષ સુધી ડીએ 50 ટકા સુધી પહોંચી શકે છે. કેન્દ્રએ આઠમાં પગાર પંચના મુદ્દેને લગભગ સ્પષ્ટ કરી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More