Home> Business
Advertisement
Prev
Next

DA વધ્યા બાદ સરકારી કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર, જાણો હવે તમને શું ફાયદો થશે?

7th pay commission update: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ખુશખબર છે. હવે ડીએ વધ્યા બાદ કર્મચારીઓના HRA માં પણ વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે હાલમાં જ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. ત્યારબાદ હવે કર્મચારીઓને 42 ટકાના દરથી ડીએ પણ મળશે. ડીએ વધ્યા  બાદ હવે શું વધશે તે પણ ખાસ જાણો. 

DA વધ્યા બાદ સરકારી કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર, જાણો હવે તમને શું ફાયદો થશે?

7th pay commission update: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ખુશખબર છે. હવે ડીએ વધ્યા બાદ કર્મચારીઓના HRA માં પણ વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે હાલમાં જ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. ત્યારબાદ હવે કર્મચારીઓને 42 ટકાના દરથી ડીએ પણ મળશે. ડીએ વધ્યા  બાદ સરકાર હાઉસ રેન્ટ અલાઉન્સમાં પણ વધારો કરવા જઈ રહી છે. સરકાર જલદી એચઆરએ અંગે જાહેરાત કરશે તેવું કહેવાય છે. 

ક્યારે રિવાઈઝ થશે HRA?
મોદી સરકાર એચઆરએમાં પણ જલદી વધારો કરી શકે છે. આ માટે સરકાર તરફથી પહેલા જ નોટિફિકેશન બહાર પડી ચૂક્યું છે. અત્રે જણાવવાનું કે ફાઈનાન્શિયલ યર 2023-24ના અંત સુધીમાં સરકાર એચઆરએમાં વધારો કરી શકે છે. જો મોંઘવારી ભથ્થું 50 ટકાના લેવલ પર પહોંચી જાય તો તે સ્થિતિમાં સરકાર HRA ને રિવાઈઝ કરી શકે છે. હાલ કર્મચારીઓને મળનારું ડીએ 42 ટકા સુધી પહોંચી ગયું છે. 

છેલ્લે જુલાઈ 2021માં થયું હતું રિવાઈઝ
અત્રે જણાવવાનું કે 2021માં જ્યારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 25 ટકા ક્રોસ કરી ગયું ત્યારે સરકારે HRA પણ રિવાઈઝ કર્યું હતું ત્યારબાદ કર્મચારીઓના પગારમાં બંપર વધારો થયો હતો. હાલ હવે જ્યારે ડીએ 50 ટકા પહોંચી જશે તો સરકાર એકવાર ફરીથી HRA પણ રિવાઈઝ કરી શકે છે. 

ભાડુઆતને મળેલા છે આ હક, ભાડે રહેતા લોકો ખાસ વાંચે, મકાન માલિક નહીં કરે પરેશાન!

SCનો બેંકોને મોટો ઝટકો, કહ્યું-લોન લેનારાનો પક્ષ સાંભળ્યા વગર ખાતા ફ્રોડ જાહેર ન કરો

અતિક અહમદની વેન સાથે ગાય અથડાઈ, પલટાતા પલટાતા રહી ગઈ ગાડી, જુઓ Video

3 ટકા વધશે HRA
અત્રે જણાવવાનું કે આ વખતે સરકાર હાઉસ રે્ટ અલાઉન્સમાં 3 ટકાનો વધારો કરશે. હાલ કર્મચારીઓને 27 ટકાના દરથી HRA મળે છે એટલે કે તે વધીને 30 ટકા થઈ જશે. સરકાર તરફથી મળતી માહિતી મુજબ જ્યારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થશે ત્યારે HRA 30 ટકા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More