Home> Business
Advertisement
Prev
Next

7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી, DA વધતાં EPF અને ગ્રેજ્યુટીમાં આવશે મોટો ઉછાળો

7th Pay Commission latest news: જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવા જઈ રહ્યો છે. હકીકતમાં, જુલાઈમાં, કર્મચારીઓના DAમાં 6 ટકા સુધીનો વધારો થઈ શકે છે, ત્યારબાદ પીએફ અને ગ્રેજ્યુટીમાં પણ વધારો નિશ્ચિત છે.

7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી, DA વધતાં EPF અને ગ્રેજ્યુટીમાં આવશે મોટો ઉછાળો
Updated: Jun 27, 2022, 11:29 PM IST

7th Pay Commission Update: હાલના સમયમાં  કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 34 ટકા  મળે છે. DA, ટ્રાવેલ એલાઉન્સ, સિટી એલાઉન્સમાં વધારો થવાથી આપોઆપ વધારો થશે. અને આ સાથે, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુટીમાં પણ બમ્પર ઉછાળો આવવાનો છે. એટલે કે કુલ પગારમાં જબરદસ્ત વધારો થશે.

1. PFની વધતી રકમ

અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને માસિક PF અને ગ્રેજ્યુટીની બેઝિક + DAથી હોય છે. DAમાં વધારો થશે તો PF અને ગ્રેજ્યુટીમાં પણ વધારો થશે.

New Labour Code: અઠવાડિયામાં ચાર દિવસ કામ, ત્રણ દિવસ આરામ? સરકાર લાગૂ કરી શકે છે આ નિયમ

2.  ગ્રેજ્યુટીમાં થશે વધારો
છેલ્લા એક વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને DAમાં 17 ટકાનો વધારો થયો. જૂન 2021થી DA 17 ટકાથી વધીને 34 ટકા થયો છે. આવામાં EPF અને ગ્રેજ્યુટીની રકમમાં પણ વધારો થયો છે. 

3. ટ્રાવેલ એલાઉન્સમાં થશે વધારો
જાણકારોના અનુસાર DAમાં વધારો થવાની સીધી અસર TA પર પણ પડે છે.  DA 34 ટકા થઈ ગયો છે. અને હવે TAમાં પણ વધારો થશે. 

ગણેશ રેસ્તરાં, યોગ સ્ટૂડિયો... G7 સમિટના વેન્યૂનું ભારત સાથે છે ખાસ કનેક્શન, જાણો કેમ?

જુલાઈમાં ફરી થશે મોંઘવારી ભથ્થાંમાં વધારો
AICPIના ડેટાના આધારે જુલાઈમાં ફરીથી DAમાં વધારો થવા જઈ રહ્યો છે. જો મે મહિનાના આંકડાઓમાં પણ વધારો થાય છે, તો ચોક્કસ DAમાં 6% સુધીનો વધારો થશે.

G7 summit: માત્ર 12 સેકન્ડમાં જુઓ મોદીનો પ્રભાવ, મહાસત્તાના મહારથી સામે ચાલીને મળ્યા

દોઢ વર્ષમાં બાકી રહેલી રકમ અંગે પણ નિર્ણય લેવાશે
આ સિવાય 18 મહિનાથી અટવાયેલા DAના બાકીના મુદ્દે પણ નિર્ણય લઈ શકાય છે. વાસ્તવમાં, કેન્દ્રીય કર્મચારીઓના 18 મહિનાથી પેન્ડિંગ રહેલી રકમ અંગે  સરકાર સાથે કોઈ સહમતિ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં આની જાહેરાત પણ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે