Home> Business
Advertisement
Prev
Next

ખુશીના સમાચાર- 46% DA ના કેટલા પૈસા મળશે? કેન્દ્રીય કર્મચારીઓના ખિસ્સા ભરાઈ જશે, જ્યારે વધીને આવશે પગાર

7th Pay Commission: 1 જુલાઈ 2023થી 46 ટકા મોંઘવારી ભથ્થું મળશે. તેની જાહેરાત હજુ થઈ નથી. પરંતુ તેને 1 જુલાઈથી લાગૂ કરવામાં આવશે. હાલમાં આવેલા AICPI ઈન્ડેક્સના આંકડાએ તે સ્પષ્ટ કરી દીધુ છે. 
 

ખુશીના સમાચાર- 46% DA ના કેટલા પૈસા મળશે?  કેન્દ્રીય કર્મચારીઓના ખિસ્સા ભરાઈ જશે, જ્યારે વધીને આવશે પગાર

7th Pay Commission: મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહેલાં કર્મચારીઓને જલદી ખુશીના સમાચાર મળશે. કેન્દ્રીય કર્મચારીઓને જલદી તેનો વધેલો પગાર મળી જશે. પરંતુ તેની જાહેરાત હજુ થઈ નથી. નવુ મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી લાગૂ  થશે. હાલમાં આવેલા AICPI ઈન્ડેક્સના આંકડાએ તે સ્પષ્ટ કરી દીધુ છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે,. 

કઈ રીતે થશે ડીએની ગણતરી
DAની ગણતરી બેસિક સેલેરી (Basic Salary)પર કરવામાં આવે છે. જો કોઈનો પગાર 20000 રૂપિયા છે તો 4 ટકા પ્રમાણે મહિને તેમાં 800 રૂપિયાનો વધારો થશે. 

કેટલો થશે વધારો, સમજો કેલકુલેશન
7th pay matrix પ્રમાણે ઓફિસર ગ્રેડની સેલેરીમાં બમ્પર વધારો થશે. જો કોઈને બેસિક સેલેરી હાલમાં 31550 રૂપિયા છે. તો તેના પર કેલકુલેશન કરીએ તો..

આ પણ વાંચોઃ ગૌતમ અદાણીની ધમાકેદાર વાપસી, ગુજરાતની આ નામાંકિત સિમેન્ટ કંપની પર કર્યો કબજો

બેસિક સેલેરી (BasicPay) - 31550 રૂપિયા
નવુ મોંઘવારી ભથ્થું (DA)- 46%- 14513 રૂપિયા/મહિને
વર્તમાન મોંઘવારી ભથ્થું (DA)- 42%- 13251 રૂપિયા/મહિને
4 ટકા મોંઘવારી ભથ્થું વધવા પર- 1262 રૂપિયા દર મહિને વધુ આવશે.
વાર્ષિક મોંઘવારી ભથ્થું- 4 ટકા વધવા પર 15144 રૂપિયા વધુ મળશે. 
કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થું - 1,74,156 (46 ટકા પર) થઈ જશે. 

ક્યારે થઈ શકે છે જાહેરાત
જુલાઈ 2023 માટે મોંઘવારી ભથ્થું કન્ફર્મ તો થઈ ગયું છે. પરંતુ તેની હજુ જાહેરાત થવાની બાકી છે. સૂત્ર જણાવે છે કે સપ્ટેમ્બર મહિનામાં તેની જાહેરાત થઈ શકે છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ભથ્થાને કેબિનેટની મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ નાણા મંત્રાલય તેને નોટિફાઈ કરે છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ચુકવણી કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થાની જાહેરાત બાદ જે બે મહિનાનું અંતર રહે છે તેને એરિયરના રૂપમાં કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More