Home> Business
Advertisement
Prev
Next

સરકારે આપી એક મોટી રાહત, LTC કેશ સ્કીમને લઇને સરકારે આપી જાણકારી, જાણો ફાયદા

કેન્દ્રીય કર્મચારીઓએ ફેસ્ટિવલ સીઝન માટે મોદી સરકારે ટ્રાવેલ કંસેશન વાઉચર સ્કીમની સુવિધા આપવામાં આવી છે. આ સ્કીમ દ્વારા કર્મચારીઓને સરકાર ઘણા પ્રકારના ફાયદા આપી રહી છે.

સરકારે આપી એક મોટી રાહત, LTC કેશ સ્કીમને લઇને સરકારે આપી જાણકારી, જાણો ફાયદા

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓએ ફેસ્ટિવલ સીઝન માટે મોદી સરકારે ટ્રાવેલ કંસેશન વાઉચર સ્કીમની સુવિધા આપવામાં આવી છે. આ સ્કીમ દ્વારા કર્મચારીઓને સરકાર ઘણા પ્રકારના ફાયદા આપી રહી છે. આ સ્કીમને લઇને કર્મચારીઓમાં કંઇક ભ્રમની સ્થિતિ હતી પરંતુ સરકારે આ સ્કીમને પુરી રીતે સ્પષ્ટ કરી દીધી છે.

કર્મચારી આ વાતને લઇને ભ્રમમાં હતા કે આ સ્કીમનો ફાયદો લેવા માટે કર્મકહરીઓને રજા લેવી પડશે કે નહી. સાથે જ કોઇ કર્મચારીને ટ્રાવેલ કરી બિલ જોડવા પડશે નહી. પરંતુ ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંદર આવનાર એક્સપેંડીચર વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે આ સ્કીમનો ફાયદો લેવા માટે કર્મચારીઓને ક્યાંય ટ્રાવેલ કરવા અથવા ફરવા માટે રજા લેવાની જરૂર નથી. આ સ્કીમ હેઠળ કર્મકહરીઓને રજા અને ટ્રાવેલ એલાઉન્સની જગ્યા આ સ્પેશિયલ પેકેજ આપવામાં આવી રહ્યું છે. આ સ્કીમ હેઠળ મળનાર પેકેજને કર્મચારી પોતાની મરજી મુજબ ખર્ચ કરી શકે છે. 

જોકે કેન્દ્રીય અથવા સરકારી કર્મચારીને એલટીએ અથવા લીવ ટ્રાવેલ એલાઉન્સ ત્યારે મળે છે જ્યારે રજા લઇને ક્યાંય ફરવા જાય અને આવ્યા પછી પોતાની યાત્રાના તમામ બિલ અને કાગળ જમા કરે. જો કર્મચારી ક્યાંય ફરવા ન જાય તો તેને સ્કીમનો પુરો ફાયદો મળતો નથી. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં સરકારે આ વર્ષ એલટીએ સ્કીમ હેઠળ કેશ વાઉચર આપવાની જાહેરાત કરી છે. એવામાં કર્મચારીઓને આ મુશ્કેલ સમયમાં મોટી રાહત મળશે.  

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More