Home> Business
Advertisement
Prev
Next

DA ની સાથે 3 મહિનાનું એરિયર, કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ

7th Pay Commission: મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર તહેવારોની સીઝનમાં જલ્દી ડીએમાં વધારાની જાહેરાત કરશે. 

DA ની સાથે 3 મહિનાનું એરિયર, કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ
Updated: Sep 19, 2023, 05:28 PM IST

7th Pay Commission: તહેવારની સીઝન શરૂ થઈ ચુકી છે અને આ માહોલમાં કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષની પેટર્ન જુઓ તો કેન્દ્ર સરકાર ડીએમાં વધારાની જાહેરાત દશેરા સુધી કરી દેતી હોય છે. આ વખતે પણ એવી સંભાવના છે. 

કેટલા વધારાની આશા

વર્ષના બીજા છ મહિના માટે ડીએમાં 3 ટકાના વધારાની આશા કરવામાં આવી રહી છે. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને 45 ટકાનું ડીએ મળવા લાગશે. આ રીતે પેન્શનર્સના મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 3 ટકા વધારાની આશા છે. નોંધનીય છે કે મોંઘવારી ભથ્થું દર મહિને શ્રમ બ્યૂરો દ્વારા જારી ઔદ્યોગિક શ્રમિકોના નવા ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (સીપીઆઈ-આઈડબ્લ્યૂ) ના આધાર પર નક્કી કરવામાં આવે છે. 

આ પણ વાંચોઃ જો વીમા કંપની તમારો દાવો રિજેક્ટ કરે તો ક્યાં કરશો ફરિયાદ, તમારી પાસે આટલા છે વિકલ્પ

મળશે 3 મહિનાનું એરિયર
જો સરકાર દશેરા સુધી ડીએમાં વધારો કરે છે તો કેન્દ્રીય કર્મચારીઓને 3 મહિનાનું એરિયર પણ મળશે. હકીકતમાં આ વર્ષે 24 ઓક્ટોબરે વિજયાદશમીનું પર્વ મનાવવામાં આવશે. કારણ કે ડીએમાં વધારો 1 જુલાઈ 2023થી લાગૂ થશે, તેવામાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના એરિયરની ચુકવણી થશે. પાછલી પેટર્ન જુઓ તો કેન્દ્ર સરકાર આ બાકી ડીએની ચુકવણી પણ ઓક્ટોબરના વધેલા પગારની સાથે કરશે. 

તેનો અર્થ છે કે કેન્દ્રીય કર્મચારીઓને ઓક્ટોબરમાં જે વધેલો પગાર છે તે મળશે, તેમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું બાકી એરિયર પણ સામેલ હશે. નોંધનીય છે કે સાતમાં પગાર પંચની ભલામણ પ્રમાણે વર્ષમાં બે વખત ડીએમાં વધારો થાય છે. આ વધારો છ મહિનાના આધાર પર લાગૂ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે