Home> Business
Advertisement
Prev
Next

મોટી કમાણી માટે આ 5 PSU Stocks ખરીદો, મળી શકે છે શાનદાર રિટર્ન, જુઓ સ્ટોક લિસ્ટ

માર્કેટની તેજી વચ્ચે ક્વોલિટી સ્ટોક્સ ફોકસમાં છે. તેથી બ્રોકરેજ ફર્મે ખરીદી માટે 5 સરકારી કંપનીઓના શેરને પિક કર્યાં છે. 
 

મોટી કમાણી માટે આ 5 PSU Stocks ખરીદો, મળી શકે છે શાનદાર રિટર્ન, જુઓ સ્ટોક લિસ્ટ

નવી દિલ્હીઃ શેર બજારમાં આ દિવસોમાં સારી તેજી જોવા મળી રહી છે. બજારના મુખ્ય ઈન્ડેક્સ નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. માર્કેટની તેજી વચ્ચે ક્વોલિટી સ્ટોક્સ ફોકસમાં છે. તેથી બ્રોકરેજ ફર્મે ખરીદી માટે 5 સરકારી કંપનીના શેરને પિક કર્યાં છે. આ શેરમાં NTPC, Coal India, Power Grid, ONGC અને NMDC શેર સામેલ છે. શેરમાં લોન્ગ ટર્મ માટે ખરીદીની સલાહ આપી છે. 

1) NTPC 
NTPC ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Morgan Stanley એ ઓવરવેટનું રેટિંગ આપ્યું છે. પ્રતિ શેર ટાર્ગેટ 390 રૂપિયા છે. 20 ફેબ્રુઆરી શેર 346 રૂપિયા પર બંધ થયો છે.

2) Coal India
Coal India ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Jefferies એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 550 રૂપિયા છે. CLSA એ પણ શેર પર આઉટપરફોર્મનું રેટિંગ આપ્યું છે. સાથે શેર પર 480 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. 
20 ફેબ્રુઆરીએ શેર 447.80 રૂપિયા પર બંધ થયો હતો. 

આ પણ વાંચો- લોકસભા ચૂંટણી પહેલા કર્મચારીઓને ફરી મળશે 3 ગુડ ન્યૂઝ! DA-ભથ્થામાં વધારો સંભવ, જાણો

3) Power Grid 
Power Grid ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Bernstein એ આઉટપરફોર્મના રેટિંગની સાથે કવરેજ શરૂ કર્યું છે. પ્રતિ શેર ટાર્ગેટ 315 રૂપિયા છે. 20 ફેબ્રુઆરીએ શેર 288.40 રૂપિયા પર બંધ થયો હતો. 

4) ONGC 
ONGC ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Citi એ ખરીદીનું રેટિંગ યથાવત રાખ્યું છે. પ્રતિ શેર ટાર્ગેટ 305 રૂપિયા છે. આજે આ શેર 277 રૂપિયા પર બંધ થયો છે.

5) NMDC
NMDC ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ MOFSL એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 280 રૂપિયા છે. 20 ફેબ્રુઆરીએ શેર 441.45 રૂપિયા પર બંધ થયો હતો. 

(ડિસ્ક્લેમરઃ આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી બિઝનેસના વિચાર નથી. રોકાણ પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More