Home> Agriculture
Advertisement
Prev
Next

Farming Idea: 20,000 રૂપિયે કિલો વેંચાય છે આ સુગંધી વસ્તુ, ખેતી કરી વર્ષમાં જ બની જશો કરોડપતિ

Wasabi Cultivation: દુનિયામાં એવી ઘણી કિંમતી વસ્તુઓ છે જે કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળે છે. આવા ઘણા ફળો, શાકભાજી અથવા અન્ય છોડ છે જે અમુક દેશો અથવા અમુક પ્રદેશોમાં જ જોવા મળે છે. આવા ઘણા છોડ છે જેના વિશે આપણે કે તમે પણ જાણતા નથી. આવો જ એક છોડ વસાબી છે. જો તેની ખેતી તમે કરો છો તો તમને કરોડપતિ બની શકો છો.

Farming Idea: 20,000 રૂપિયે કિલો વેંચાય છે આ સુગંધી વસ્તુ, ખેતી કરી વર્ષમાં જ બની જશો કરોડપતિ

Wasabi Cultivation: દુનિયામાં એવી ઘણી કિંમતી વસ્તુઓ છે જે કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળે છે. આવા ઘણા ફળો, શાકભાજી અથવા અન્ય છોડ છે જે અમુક દેશો અથવા અમુક પ્રદેશોમાં જ જોવા મળે છે. આવા ઘણા છોડ છે જેના વિશે આપણે કે તમે પણ જાણતા નથી. આવો જ એક છોડ વસાબી છે. 

ભારતમાં બહુ ઓછા લોકો હશે જે વસાબી વિશે જાણતા હશે. એવા બહુ ઓછા દેશો છે જ્યાં વસાબીની ખેતી થાય છે. વસાબીની ખેતી મૂળભૂત રીતે જાપાનમાં  થાય છે. પરંતુ આ સિવાય કેટલાક દેશોમાં તેની ખેતી પણ થઈ રહી છે. અત્યારે આવા માત્ર 10 દેશો છે જ્યાં વસાબીની ખેતી થાય છે.

આ પણ વાંચો:

ખાતાધારકનું મૃત્યુ થાય તો તેની બચતનો હકદાર કોણ ? મોટાભાગના લોકો નથી જાણતા આ વાત

નાના શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે બેસ્ટ છે આ 10 બિઝનેસ, ખર્ચ ઓછો અને કમાણી વધુ

SBI ની આ Deposit Scheme છે જોરદાર, એકવારના રોકાણ પછી દર મહિને મળશે આટલા હજાર

પશ્ચિમી દેશોમાં વસાબીને ઘણીવાર 'જાપાનીઝ હોર્સરેડિશ' કહેવામાં આવે છે. મુખ્યત્વે તેના મૂળનો ઉપયોગ થાય છે. તેના મૂળનો ઉપયોગ મસાલા બનાવવામાં થાય છે. તેનો સ્વાદ ખૂબ જ તીખો હોય છે. લોકોને તેનો સ્વાદ અને સુગંધ ખૂબ જ ગમે છે. વસાબીને છીણવામાં આવે છે અને વાનગીઓમાં ઉમેરવામાં આવે છે. તે જાપાનીઝ રાંધણકળામાં વપરાતો મુખ્ય મસાલો છે.

આ દેશોમાં ખેતી કરવામાં આવે છે

વસાબીની ખેતી મુખ્યત્વે ઇઝુ પેનિનસુલા, શિમાને પ્રાંત, જાપાનના ઇવતે સહિતના ઘણા વિસ્તારોમાં થાય છે. મૂળભૂત રીતે, વસાબીની ખેતી ફક્ત જાપાનમાં જ થાય છે. પરંતુ આ સિવાય હવે અન્ય સ્થળોએ પણ તેની ખેતી કરવામાં આવી રહી છે. જાપાન ઉપરાંત, તે ઓરેગોન, યુએસએ, ઇઝરાયેલ, તાસ્માનિયા, બ્રિટિશ કોલંબિયા, તાઇવાન, ન્યુઝીલેન્ડ, કેનેડા અને ઉત્તર કેરોલિનામાં કરવામાં આવે છે. જો કે, વસાબીની ખેતી આ સ્થળોના અમુક વિસ્તારોમાં જ થાય છે.

20 હજાર રૂપિયા પ્રતિ કિલો...'

વસાબીને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે તેની ખેતી ખાતર અને જંતુનાશકો વિના કરવામાં આવે છે. કેટલાક ઉત્પાદકો ઉચ્ચ ઉપજ માટે ખાતરોનો ઉપયોગ કરે છે. વસાબીની ખેતી લાંબી અને જટિલ છે. તેની માંગ ઘણી વધારે છે. તેને તૈયાર કરવામાં બે વર્ષ જેટલો સમય લાગે છે. વસાબીના સારા ઉત્પાદન માટે તેને ઘણી કાળજીની જરૂર પડે છે. જાપાનમાં લોકો તેને ખૂબ પસંદ કરે છે. તે ખૂબ ખર્ચાળ છે. સામાન્ય રીતે એક કિલો વસાબીની કિંમત 20,000 રૂપિયાની આસપાસ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More