Home> Agriculture
Advertisement
Prev
Next

ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર, 2 દિવસમાં પુરૂ કરવું પડશે આ કામ, નહીંતર થશે 2000 રૂપિયાનું નુકસાન

PM Kisan Samman Nidhi: ખેડૂતો અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકાશે.

ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર, 2 દિવસમાં પુરૂ કરવું પડશે આ કામ, નહીંતર થશે 2000 રૂપિયાનું નુકસાન

PM Kisan 16th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવાનું બાકી હોય, ૧૫મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત કરાવવાનું રહેશે.

શું તમને પણ છે તંબાકુની લત? વારંવાર થાય છે ખાવી ઇચ્છા, આ રહી તેને છોડવાની રીત
તમાકુ ચાવવાની ટેવ હોય તો સમસર ચેતી જજો, બ્લેડર કેન્સરના કેસોમાં થયો ચિંતાજનક વધારો

વધુમાં જણાવ્યાનુસાર, ભારત સરકાર દ્વારા તા. 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ઇ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. 21 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.

Solar Panel: સોલાર પેનલ કેટલા વર્ષમાં થાય છે ખરાબ, સર્વિસિંગમાં ખર્ચ કેટલો?
PM Surya Ghar: મફત વિજળી યોજનામાં આ રીતે મળશે 300 યૂનિટ ફ્રી, જાણી લો પ્રોસેસ

ખેડૂતો અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકાશે.

ખેતીમાં કરી શકો છો AI નો ઉપયોગ, મજૂરની માથાકૂટ નહી અને ઓછા સમયમાં થશે બમણી કમાણી
AI એ બનાવ્યા બિલેનિયર, શેરોમાં આવતાં ચમકી કિસ્મત! જાણો કોને થયો સૌથી વધુ ફાયદો?

આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન "PM કિસાન" મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીની મદદથી લોગ ઈન કરી અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે.

Top 5 Upcoming EV: આ વર્ષે લોન્ચ થશે આ ટોપ 5 ઇલેક્ટ્રિક કાર, કઇ ખરીદશો તમે?
ગુજ્જુ મહિલાએ 25 લાખની લોન સહાયથી શરૂ કર્યો બિઝનેસ: આજે વાર્ષિક ટર્નઓવર રૂ. 3 કરોડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More