Home> Agriculture
Advertisement
Prev
Next

કેસર કેરીનું પત્તુ કપાયું! નવસારી બાદ હવે કચ્છના ખેડૂતે કરી બતાવ્યું, રણ પ્રદેશમાં ઉગવી સોનપરી

Kutch Farmer : કચ્છના બાગાયતી પાકના કેરીના ઇતિહાસમાં સોનેરી "સોનપરી" કેરીનો ઉમેરો થયો છે. ખેતી ક્ષેત્રે વિવિધ નવતર પ્રયોગો અને પ્રાકૃતિક ખેતી માટે જાણીતા ખેડૂત હરેશ ઠકકરે કેરીની નવી જ જાત વિકસાવી છે અને સફળ ઉત્પાદન કર્યું

કેસર કેરીનું પત્તુ કપાયું! નવસારી બાદ હવે કચ્છના ખેડૂતે કરી બતાવ્યું, રણ પ્રદેશમાં ઉગવી સોનપરી
Updated: Jun 25, 2024, 02:03 PM IST

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : સોનપરી કેરી એ કેસર કેરી કચ્છની વિખ્યાત છે, ત્યારે આજે નવી કેરી ઉત્પાદન સામે આવ્યું છે. સરહદી વિસ્તાર કચ્છના પ્રગતિશીલ ખેડૂતો અવારનવાર પ્રયોગો કરીને જુદા જુદા પાક મેળવતા હોય છે, ત્યારે કચ્છની કેસર તો વખણાય જ છે. પરંતુ આ વર્ષે કચ્છના ખેડૂતે એક નવી જ પ્રકારની કેરીનું સફળ ઉત્પાદન મેળવ્યું છે. રાજ્યપાલનાં પ્રાકૃતિક ખેતી અંગે પોતાની વાડીમાં મુલાકાત વખતે 200 જેટલા કેરીના ઝાડ વાવીને વર્ષ 2020 માં કરેલ વાવેતરની સફળ ઉત્પાદન હાલમાં મળ્યું છે. ખેડૂતે બદામ અને હાફૂસ કેરીના મિશ્રણ કરીને નવી જ જાતની કેરી "સોનપરી" વિકસાવી છે. જેનો સ્વાદ ખૂબ મીઠો છે અને છાલ અને ગોટલીનું વજન ઓછું છે અને પલ્પનું પ્રમાણ વધુ છે.

વર્ષ 2020 માં કરેલ વાવેતરનું સફળ ઉત્પાદન હાલમાં મળ્યું છે. ખેડૂત હરેશભાઈ ઠકકરે બદામ અને હાફૂસ કેરીનું મિશ્રણ કરીને નવી જ જાતની કેરી "સોનપરી" વિકસાવી છે. જેનો સ્વાદ ખૂબ મીઠો અને રસદાર છે.

કેટલાક દાયકાઓથી કચ્છની કેસર કેરીનો દબદબો રહ્યો છે અને છેલ્લા 3 દાયકાથી દેશ વિદેશમાં પણ કચ્છની કેસર કેરીની બોલબાલા રહી છે. ત્યારે હવે કચ્છના ખેડૂતો તેમજ કેરીના રસીકો માટે તદ્દન નવી કેરી સામે આવી છે. જેમાં કચ્છના બાગાયતી પાકના કેરીના ઇતિહાસમાં સોનેરી "સોનપરી" કેરીનો ઉમેરો થયો છે. ખેતી ક્ષેત્રે વિવિધ નવતર પ્રયોગો અને પ્રાકૃતિક ખેતી માટે જાણીતા ખેડૂત હરેશ ઠકકરે કેરીની નવી જ જાત વિકસાવી છે અને સફળ ઉત્પાદન કર્યું છે.

15 વીધામાં ઉગાવેલા એક પણ ફળને વેચતા નથી ગુજ્જુ ખેડૂત, માત્ર પક્ષીઓને ખવડાવે છે

ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હાફુસ અને બદામ કેરીનું મિશ્રણ કરીને વિકસાવેલી કેરીની નવી જાત જેને સોનપરી' નામ આપવામાં આવ્યું છે તેનું તેમની વાડીમાં વર્ષ 2020માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની તેમના ફાર્મની મુલાકાત સમયે અને પ્રાકૃતિક ખેતી માટેની પ્રેરણા મારફતે તેમના અને તેમની પત્નીના હસ્તે 200 જેટલા વૃક્ષ વાવવામાં આવ્યા હતા.જેમાં આજે 4 વર્ષ બાદ સફળ ઉત્પાદન થયું છે.

હરેશભાઇ ઠક્કરે નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી સોનપરી કેરીની 200 દાંડી લાવ્યા હતા અને 200 વૃક્ષ વાવ્યા હતા.સોનપરી કેરી એ હાફુસ અને બદામના મિશ્રણમાંથી બનેલી કેરી છે. આ કેરીનો રંગ સોના જેવો પીળો છે. જેની છાલ અને ગોટલીનું વજન ઓછું અને પલ્પનું પ્રમાણ વધારે અને મીઠો રસદાર હોય છે.આ વૃક્ષોના પાન પાતળા હોય છે. એના પાંદડાની રચના એવી છે કે તેમના વચ્ચેથી પવન પણ આસાનીથી પસાર થઈ જાય છે જેથી કરીને તે અન્ય કેરીઓની જેમ પવનની અસરથી ડાળખીમાંથી ખરીને નીચે નથી પડી જતી આ કેરીઓ જ્યારે પૂર્ણ રીતે પાકી જાય છે ત્યારે જ ખરે છે.

દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી

ગયા વર્ષે આવેલા બિપારજોય વાવાઝોડામાં પણ અન્ય કેરીનાં ઝાડ અને ખારેકના વૃક્ષોને નુકસાની થઈ હતી અને વૃક્ષો પડી ગયા હતા પરંતુ આ સોનપરી કેરીના વૃક્ષોને વાવાઝોડું પણ ડગાવી શક્યો ન હતો. સંશોધન ક્ષેત્રે જેની નામના છે એવી નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવાયેલી સોનપરીએ આલ્ફાન્ઝો એટલે કે હાફુસ અને બનેસાન એટલે કે બદામ કેરીનું મિશ્રણ છે. સોનપરી કેરીનો દેખાવ બદામ જેવો છે. સ્વાદ હાફુસનો છે અને રંગ પીળો ચમકદાર છે.સોનપરીમાં 20થી 22 બ્રિક્સ જેટલી મીઠાશ જોવા મળી છે. આમ જોવા જઈએ તો કચ્છની કેસર કેરીની મોસમ ખૂબ ટૂંકી હોય છે જૂન મહિનામાં આવે છે અને જુલાઈ સુધી જ હોય છે જ્યારે સોનપરીની મોસમ લાંબી બની શકે છે કારણકે આ કેરીને 10થી 12 દિવસ રાખી મૂકવાથી પણ તે બગડતી નથી. 

આગામી સમયમાં કચ્છની કેસર કેરીને પણ સોનપરી કેરી પાછળ મૂકીને કચ્છની સવાઇ કેસર બની શકે છે.કચ્છના નખત્રાણા ગઢશીશા વિસ્તારના ખેડૂતો પણ હરેશભાઈ પાસેથી આ સોનપરી કેરીની કલમો મેળવી છે અને પોતાના વાડી વિસ્તારમાં વાવીને પ્રયોગ કર્યો છે.

શરૂઆતનાં તબક્કે હજુ સોનપરી કેરીનું પ્રથમ જ પ્રયોગ હતું માટે હજુ મોટી માત્રામાં તેને બજારમાં પહોંચતા સમય લાગશે. પરંતુ એ વાત નક્કી છે કે જો કચ્છના અન્ય ખેડૂતો પણ આ સોનપરી કેરીનું વાવેતર કરશે અને ઉત્પાદન મેળવશે તો અન્ય કેરીઓને પણ આ સોનપરી ટક્કર આપશે અને સાથે જ કચ્છની કેસર કેરીથી પણ ઊંચા ભાવ મળશે. 

રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂરો : ન્યાય માટે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે