Home> Agriculture
Advertisement
Prev
Next

આ ટેકનિકથી કેળાની ખેતી કરશો તો 60 દિવસ પહેલા જ તૈયાર થઈ જશે પાક, મળશે 50% સબસિડી

Banana Cultivation: ખેડૂતોને ટીશ્યુ કલ્ચર ટેક્નોલોજી દ્વારા કેળાની ખેતી માટે યુનિટ ખર્ચના 50% સબસિડી મળે છે. બિહાર સરકાર કેળાની ખેતી પર 50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે. ગુજરાત સરકાર પણ ટિશ્યૂકલચર ટેકનોલોજીના ઉપયોગમાં સબસિડીની રાહત આપે છે. ગુજરાતમાં બાગાયતનો સતત વિકાસ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે આ પાકની ખેતી થાય છે. 

આ ટેકનિકથી કેળાની ખેતી કરશો તો 60 દિવસ પહેલા જ તૈયાર થઈ જશે પાક, મળશે 50% સબસિડી

Tissue Culture Banana Farming: સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં, સરકાર બાગાયત મિશન યોજના હેઠળ કેળાની ખેતી (Banana Farming) માટે 50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે. ટીશ્યુ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેળાની ખેતી કરવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને રૂ. 62,500ની સબસિડી આપી રહી છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેળાનો પાક પરંપરાગત પદ્ધતિ કરતાં 60 દિવસ વહેલો તૈયાર થઈ જાય છે. ઉપરાંત ઉપજ પણ વધારે છે.

ટીશ્યુ કલ્ચર ટેકનિક એટલે શું?
ટીશ્યુ કલ્ચર ટેક્નિકમાં છોડના ટિશ્યૂનો એક નાનો ટુકડો તેના વધતા ઉપલા ભાગમાંથી લેવામાં આવે છે. આ ટુકડો જેલીમાં રાખવામાં આવે છે, જેમાં પોષક તત્વો અને છોડના હોર્મોન્સ હોય છે. આ હોર્મોન્સ છોડની પેશીઓમાંના કોષોનું ઝડપથી વિભાજન કરે છે અને ઘણા કોષો રચાય છે. આને કારણે, છોડની વૃદ્ધિ સામાન્ય તકનીકોનો ઉપયોગ કરીને ખેતી કરતાં વધુ થાય છે.

રાષ્ટ્રીય બાગાયત મિશન યોજના હેઠળ, જિલ્લાને આ તકનીકનો ઉપયોગ કરીને 20 હેક્ટરમાં કેળાનું વાવેતર કરવાનો લક્ષ્યાંક છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો રાજ્ય સરકારના બાગાયત નિયામકની ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી વેબસાઈટ દ્વારા કેળાની ખેતી માટે અરજી કરી શકે છે.

જરૂરી દસ્તાવેજો-
ખેડૂતો પાસે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, મોબાઈલ નંબર, બેંક પાસબુક હોવી જોઈએ. અરજીની ચકાસણી કર્યા પછી, સબસિડીની રકમ ખાતામાં મોકલવામાં આવશે. વધુ માહિતી માટે ખેડૂતો જિલ્લા બાગાયત વિભાગનો પણ સંપર્ક કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More