Home> Agriculture
Advertisement
Prev
Next

પાક નુકસાનીથી બચવા ખેડૂતોએ કરવું પડશે આ કામ, જાણી લો બમ્પર કમાણીનો સિમ્પલ રસ્તો!

Agriculture News: આ ગાઈડલાઈન આમ, તો તમામ ખેડૂત મિત્રો માટે છે. પરંતુ ખાસ કરીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ડાંગર પકવતા ખેડૂતોને આની સીધી અસર થશે. તેથી ડાંગરના ખેડૂતોએ ખાસ આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે.  જાણો ખેડૂતોએ ડાંગરની રોપણી બાદ શું કરવું જોઈએ...

પાક નુકસાનીથી બચવા ખેડૂતોએ કરવું પડશે આ કામ, જાણી લો બમ્પર કમાણીનો સિમ્પલ રસ્તો!
Updated: Jun 24, 2024, 01:19 PM IST

Agriculture News: ગુજરાતમાં છુટા છવાયા વરસાદની શરૂઆત તો થઈ ચુકી છે. જોકે, હજુ પણ જોઈએ એવો વરસાદ શરૂ થયો નથી. અથવા એમ કહો કે હજુ ચોમાસુ બેઠું નથી તો પણ ચાલે. કારણકે, હજુ ઉકળાટ, ગરમી, બફારો અને તાપ હોય છે. પણ ચોમાસું બસ હવે આવી જ ગયું છે. એવામાં ગુજરાતના ખેડૂતોએ પાક નુકસાનીથી બચવા માટે કેટલીક ખાસ કાળજી રાખવાની જરૂર છે. સાથે આ કામ કરવાથી તમારી કમાણીમાં પણ થઈ શકે છે બમ્પર વધારો. 

ગુજરાતએ ખેતી પ્રધાન રાજ્ય છે. દેશના એગ્રીકલ્ચરમાં ગુજરાતનો પણ સિંહ ફાળો છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને વરસાદમાં પાકને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. એ જ કારણસર ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા અવારનવાર ખેડૂતો માટે વિવિધ વિષય અનુરૂપ ગાઈડલાઈન આપવામાં આવતી હોય છે. આ વખતે પણ એક ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે. જો તમારે ચોમાસામાં થતી પાક નુકસાનીથી બચવું હોય તો જાણી લો આ વાત.

આ ગાઈડલાઈન આમ, તો તમામ ખેડૂત મિત્રો માટે છે. પરંતુ ખાસ કરીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ડાંગર પકવતા ખેડૂતોને આની સીધી અસર થશે. તેથી ડાંગરના ખેડૂતોએ ખાસ આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે.  જાણો ખેડૂતોએ ડાંગરની રોપણી બાદ શું કરવું જોઈએ...

પાકમાં ઉધઈ લાગે તો શું કરવું?
ખેડૂતોના પાકમાં વારંવાર ઉધઈનો ઉપદ્રવ થાય છે. ઉધઈના રોગથી બચવા માટે, ખેડૂતોએ તેમના પાકમાં ક્લોરોફાઈટ ફાસ્ટ દવાનો છંટકાવ કરવો જોઈએ. જે ઉધઈથી રક્ષણ આપે છે.

પાકમાં નીંદણની સમસ્યા વધે તો શું કરવું?
ખેડૂતો દ્વારા ડાંગરનું વાવેતર કર્યા પછી, પાકમાં નીંદણની સમસ્યા વધે છે. જેના કારણે ઉપજમાં ઘટાડો જોવા મળે છે. આવી સ્થિતિમાં, નીંદણથી બચવા માટે, ખેડૂતો પેન્ડીમેથાલિન નોમિની ગોલ્ડ સાથે ફ્લુક્લોરોલિન (બેસાલિન) 1000-1500 છાંટીને પાકને નીંદણથી દૂર રાખી શકાય છે.

ડાંગરના પાકમાં રોગ આવે તો શું કરવું?
ડાંગરના પાકમાં ખાખરાનો રોગ વારંવાર જોવા મળે છે. આ રોગને કારણે ખેડૂતનો પાક સફેદ કે, પીળો થઈ જાય છે. આ પાકનો નાશ કરનાર રોગ જમીનમાં ઝીંકની ઉણપ, નાઈટ્રોજન અને ફોસ્ફરસની ઉણપને કારણે થાય છે. આવી સ્થિતિમાં ઝિંક અને ડીએપીનો ઉપયોગ કરીને આ રોગને ઠીક કરી શકાય છે.

વાવેતર વખતે ખેડૂતોએ શું ધ્યાન રાખવું?
ઘણીવાર એવું જોવા મળે છે કે, ખેડૂતો તેમના પાકનું વાવેતર ગાઢ રીતે કરે છે. જેના કારણે પાકનો વિકાસ ઓછો થાય છે અને પાકની ઉપજમાં ઘટાડો થાય છે. ખેડૂતોએ સઘન પાક લેવાનું ટાળવું જોઈએ.

ડાંગરના ખેડૂતો માટે ડોલર કમાણી કરાવે તેવી સલાહઃ
ખેડૂતોએ ડાંગરની રોપણી કર્યા પછી કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જેથી તે પોતાના પાકનું રક્ષણ કરી શકે. આ ખાસ પદ્ધતિ અપનાવ્યા બાદ ખેડૂતોને બમ્પર ઉપજ પણ મળશે. આ સાથે ખેડૂતોના પાકમાં તમામ પ્રકારની બીમારીઓ પણ દૂર થઈ જશે. હાલમાં ખેડૂતો ડાંગરની રોપણી કરી રહ્યા છે. ખેડૂતોએ ડાંગરની રોપણી કર્યા પછી કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જેથી તે પોતાના પાકનું રક્ષણ કરી શકે. આ ખાસ પદ્ધતિ અપનાવ્યા બાદ ખેડૂતોને બમ્પર ઉપજ પણ મળશે. આ સાથે ખેડૂતોના પાકમાં તમામ પ્રકારની બીમારીઓ પણ દૂર થઈ જશે.

ગુજરાતના ખેડૂતોએ અપનાવવી જોઈએ આ પદ્ધતિઃ
વિવિધ તકનીકોની સાથે ખેડૂતોએ ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવી પડશે. ઓર્ગેનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેડૂતો તેમના પાકમાં સારી ઉપજ મેળવી શકે છે. જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરીને, ખેડૂતોએ જમીન સંશોધન કરીને, ટ્રાઇકોડર્મા અને બેબરબીસિયન દવા સાથે 30 થી 40 કિલો ગોબર ખાતરનો ઉપયોગ કરીને તેમનો પાક તૈયાર કરવો જોઈએ. જેના કારણે તેમની ઉપજમાં વધારો થશે અને તેમના પાકને કોઈ નુકશાન થશે નહીં.

એગ્રીકલ્ચર સેક્ટરના નિષ્ણાતે જણાવ્યુંકે, જિલ્લા કક્ષાના ખેડૂત કલ્યાણ કેન્દ્ર તેમજ બ્લોક સ્તરના ખેડૂત કલ્યાણ કેન્દ્ર ખાતે સમયાંતરે ખેડૂતોને જાગૃત કરવામાં આવે છે. જેથી કરીને તેમને સમસ્યાનો સામનો ન કરવો પડે અને બમ્પર ઉત્પાદન મેળવી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે