Home> Agriculture
Advertisement
Prev
Next

બિપીન પટેલ જીત્યા તો 2 લેઉવા પાટીદારોની કારકિર્દી પર ખતરો!, ભાજપના 3 નેતાઓ વચ્ચે રસાકસી

IFFCO Gujarat Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં હાલમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં જબરદસ્ત રસાકસી છે. ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચતાં 9મી મેના રોજ ઈફકોના ડિરેક્ટરની ચૂંટણી માટે મતદાન થશે. ભાજપે બીપીન પટેલને મેન્ડેટ આપ્યો છે

બિપીન પટેલ જીત્યા તો 2 લેઉવા પાટીદારોની કારકિર્દી પર ખતરો!, ભાજપના 3 નેતાઓ વચ્ચે રસાકસી

Jayesh Radadiya : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા વિરુદ્ધ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. હવે ભાજપના 3 નેતાઓ એકબીજાની સામે દાવ ખેલશે. રાજકોટ પાસે આ ચૂંટણીમાં સૌથી વધારે મત છે. ભાજપના બિપિન પટેલ આ મતોમાં ગાબડું પાડે છે કે નહીં એ તો આગામી સમય જ બતાવશે. રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં ઇફ્કો ડિરેક્ટરની ચૂંટણીને લઇને વધુ ચર્ચા ચાલી રહી છે. જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.

કોંગ્રેસના ઉમેદવાર સાથે સુરત પાર્ટ-2 વાળી થઈ

રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે જ્યારે બિપીન પટેલ સહકારી સેલના પ્રમુખ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે. કોંગ્રેસ સમર્થિત વિજય ઝટકિયાએ ઈફ્કો ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સુરત પાર્ટ-2 થવાના કારણે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. ઇફ્કો ડિરેક્ટરની ચૂંટણી માટે 9મી મેના રોજ મતદાન થશે.

ભાજપના નેતાના પુત્રએ બુથ હાઈજેક કર્યું, આખી ઘટના લાઈવ કરીને લોકોને બતાવી

રાજકોટનું છે વર્ચસ્વ 

આ ચૂંટણીમાં કુલ 182 મતદારો છે. આમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે. એકલા રાજકોટમાં 68 મત છે. ભાજપના સમર્થનથી ચૂંટણી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે રાદડિયાની હાર થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજેપી ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતાં આ ઇફ્કો ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે. 

સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા છે કે જો બિપીન પટેલ ઉર્ફે ગોતા ચૂંટણી જીતે તો તેઓ ઇફ્કોના ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે.

હું પરસોત્તમ રૂપાલા, મારી ભૂલ થઈ.... મતદાન બાદ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી

અણધાર્યા પરિણામોની શક્યતા!
કોંગ્રેસના સમર્થન વાળા ઉમેદવારનું ફોર્મ રદ થઈ જતાં ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી સ્થિતિ બની છે. આવી સ્થિતિમાં ભાજપના મતોમાં વિભાજન થઈ શકે તેવી ચર્ચા છે. આ ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારો છે જેમાં જયેશ રાદડિયા, પંકજ પટેલ અને બિપિન પટેલના નામ સામેલ છે. રાદડિયા સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતાઓમાં સામેલ છે. અગાઉ ગુજરાતમાં તેઓ મંત્રી બનશે તેવી ચર્ચા હતી, પરંતુ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં લોકસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચા ચાલી હતી, પરંતુ પાર્ટીએ પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા હતા.

એક તરફ રાદડિયા માંડવિયા માટે પ્રચાર કરતા રહ્યા તો બીજી તરફ તેઓ ઇફ્કોની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધમાં ઊભા રહ્યા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ છે. આ વિભાગના કેન્દ્રમાં મંત્રી અમિત શાહ છે, તેથી આ ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાદડિયા અગાઉ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. જયેશ રાદડિયાની જેમ પંકજ પટેલ પણ ભાજપના નેતા છે. આમ ભાજપના નેતાઓ વચ્ચે જ ભારે રસાકસી જામે તેવી પૂરી સંભાવના છે.

અંબાલાલે આગાહી કરી હતી એવુ જ થયું, હીટવેવ વચ્ચે વરસાદ ત્રાટક્યો, આ જિલ્લામા છે આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More