Home> Agriculture
Advertisement
Prev
Next

Agriculture News: અહીં ખેડૂતોના ત્યાં ટ્રેકટર નહી પણ રોયલ ગાડીઓ અને આલીશાન ઘર છે, દરેક ખેડૂત કરે 80 લાખની કમાણી

India Richest Village: આજે દેશ અને દુનિયામાં મડાવગના સફરજન નામ વેચાય છે. દર વર્ષે એશિયાનું સૌથી અમીર ગામ (Asia Richest Village) 175 કરોડ રૂપિયા સફરજન ઉગાડે છે. 

Agriculture News: અહીં ખેડૂતોના ત્યાં ટ્રેકટર નહી પણ રોયલ ગાડીઓ અને આલીશાન ઘર છે, દરેક ખેડૂત કરે 80 લાખની કમાણી
Karnal KumarDushyant|Updated: May 12, 2024, 12:31 PM IST

Asia Richest Village: એશિયાનું સૌથી અમીર ગામ (Asia Richest Village) આપણા દેશમાં છે. આ ગામને વિદેશથી આવેલા રૂપિયાના જોરે આ ખિતાબ મળ્યો નથી પરંતુ ગામવાસીઓએ ખેતરમાં તનતોડ મહેનત કરી પોતાના ગામને એશિયાનું સૌથી અમીર ગામ બનાવી દીધું છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ની રાજધાની શિમલાથી લગભગ 90 કિલોમીટર દૂર મડાવગ (Madavag Village) માં ઉચ્ચ ક્વોલિટીના સફરજનનું ઉત્પાદન થાય છે. દર વર્ષે આ ગામ 175 કરોડના સફરજન વેચે છે. અહીં રહેનાર દરેક ખેડૂત કરોપતિ છે. 

TATA નો કમાલ! લોન્ચ કર્યું NEXON સસ્તુ વેરિએન્ટ, 1.10 લાખ રૂપિયા ઘટી ગઇ કિંમત
કેવી હતી Gurucharan Singh Sodhi ની આર્થિક પરિસ્થિતિ? વારંવાર બદલી દેતા હતા Mail ID

ગામમાં બનેલા આલીશાન ઘર અને આ ઘર આગળ ઉભેલી ગાડીઓ જોઇને અહીં આવનાર દરેક વ્યક્તિ અચરજમાં પડી જાય છે. તેના આશ્વર્યનું ઠેકાણું ત્યારે રહેતું નથી જ્યારે તેને ખબર પડે છે કે આ બની જાહોજહાલી મડાવગના રહેવાસીઓએ ખેતી કરીને પ્રાપ્ત કરી છે. પરંતુ સાચું આ છે. સફરજનની ખેતીથી આ ગામની કિસ્મત પલટાઇ ગઇ છે. 230 પરિવારવાળા આ ગામમાં હવે સફરજનની હાઇટેક ખેતી માટે આખા દેશમાં ફેમસ છે. 

'અબકી બાર 400 પાર' નારો આપનાર ભાજપ માટે ખતરાની ઘંટી, 'અબકી બાર કિસકી સરકાર'?
હવે ચીકૂની ખેતી ગુજરાતના ખેડૂતોને બનાવશે લાખોપતિ,ટ્રેકટર નહી મર્સિડીઝ લઇને જશે ખેતરે

શાનદાર ક્વોલિટી, હાઇ રેટ
મડાવગના સફરજનની ક્વોલિટી ખૂબ શાનદાર હોય છે. એટલા માટે આ હાથોહાથ ઉંચા ભાવે વેચાય છે. મડાવગના સફરજન વિદેશોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. મડાવગથી પહેલાં શિમલા જિલ્લાનું ક્યારી ગામ એશિયાનું સૌથી અમીર ગામ હતું. ક્યારીને પણ સફરજનના કારણે ખિતાબ મળ્યો હતો. 

AK કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJPને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?
Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?

1953-54 માં લગાવ્યો હતો બચીગો
મડાવગના ખેડૂતો પહેલાં બટાકા ઉગાડતા હત. 1953-54 ગામના ચઇયાં રામ મેહતાએ સફરજનનો પહેલો બગીચો લગાવ્યો. તેમને ગામના અન્ય લોકોને પણ સફરજનની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા. 1980 આવતા આવતા આખું ગામ સફરજનની ખેતી કરવા લાગ્યું. મડાવ્ગના સફરજનને વર્ષ 2000 બાદ જ ઓળખ મળી. હવે દેશની મુખ્ય મંડીઓ જ નહી વિદેશો સુધી મડાવગના સફરજન ફેમસ છે. 

'મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે', કેજરીવાલનો સૌથી મોટો હુમલો
'4 જૂને BJP હારી જશે, AAP વિના દિલ્હીમાં કોઈ સરકાર નહીં બને' : આ નેતાએ કર્યો દાવો

મળતી માહિતી મુજબ મડાવગમાં દરેક પરિવારની સરેરાશ વાર્ષિક આવક 35 લાખથી 80 લાખની વચ્ચે છે. આવકમાં વધારો કે ઘટાડો સફરજનના પાક અને દર પર આધાર રાખે છે. મડાવગ (Madavag Village) માં 225 થી વધુ પરિવારો છે. અહીંના વાડીઓમાંથી દર વર્ષે સરેરાશ 150 કરોડથી 175 કરોડ રૂપિયાના સફરજનનું વેચાણ થાય છે.

લૂ લાગી હોય ત્યારે બેભાન વ્યક્તિને પાણી પીવડાવવું બની શકે છે ખતરનાક, જાણો કેમ?
Aadhaar વડે નિકાળી શકશો કેશ, પિન ઝંઝટ ખતમ, ના તો OTP જરૂર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે