Home> Agriculture
Advertisement
Prev
Next

Farmers News: સ્વાસ્થ્ય માટે વરદાન જેવા છે કાળા બટાકા, તેની ખેતી કરવાથી થાય છે અઢળક નફો

Black Potato: સફેદ બટાકાની સરખામણીમાં કાળા બટાકાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક હોય છે. કાળા બટાકાની ખેતીથી ખેડૂત સફેદ બટાકાની સરખામણીમાં ત્રણથી ચાર ગણો નફો કમાઈ શકે છે. 

Farmers News: સ્વાસ્થ્ય માટે વરદાન જેવા છે કાળા બટાકા, તેની ખેતી કરવાથી થાય છે અઢળક નફો

ખરીફ સીઝનના મુખ્ય પાકની લલણીની સાથે જ બટાકાનું વાવેતર શરૂ થઈ જાય છે. દેશમાં બટાકા બહોળા પ્રમાણમાં ખવાય છે અને આખુ વર્ષ ખવાતા હોય છે. આ એક રોકડીયો પાક છે. સફેદ બટાકાની સરખામણીમાં કાળા બટાકાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક હોય છે. કાળા બટાકાની ખેતીથી ખેડૂત સફેદ બટાકાની સરખામણીમાં ત્રણથી ચાર ગણો નફો કમાઈ શકે છે. 

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કાળા બટાકા
ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ બટાકા નુકસાનકારક છે પરંતુ કાળા બટાકા તેમના માટે ફાયદાકારક છે. તેનું સૌથી મોટું કારણ આ બટાકામાં મળી આવતું એન્ટીઓક્ટીડન્ટ અને ફ્લોરિક એસિડ છે. તે હાર્ટ, લીવર અને ફેફસા માટે ફાયદાકારક છે. લોહીની કમી સામે ઝઝૂમી રહેલા દર્દીઓ માટે પણ તે સંજીવની બુટીથી જરાય કમ નથી. 

યુપીના ખેડૂતો કરે છે કાળા બટાકાની ખેતી
દક્ષિણ અમેરિકાના એન્ડિઝ પર્વતીય ક્ષેત્રોમાં કાળા બટાકાની ખેતી કરવામાં આવે છે. હવે તેની  ખેતી શબલા સેવા સંસ્થાન ગોરખપુરના સહયોગથી ગોરખપુરના પાદરી બજાર નિવાસી અવિનાશકુમાર કરે છે. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ (હિન્દી) સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે સામાન્ય બટાકાની જેમ જ કાળા બટાકાની ખેતી કરવામાં આવે છે અને ત્રણ મહિનામાં પાક આવે છે. આ બટાકાની ઉપરની સપાટી કાળી અને અંદરનો ભાગ ગાઢ રિંગણી જેવો હોય છે. 

તેમણે કહ્યું કે આ બટાકામાં અનેક ઔષધીય ગુણો હોવાના કારણે સફેદ બટાકાની સરખામણીમાં વધુ સ્વાસ્થ્યવર્ધક છે. તે શુગર ફ્રી છે. આ બટાકામાં 40 ટકા જેટલું આયર્ન હોય છે અને તેમાં 15 ટકા વિટામીન બી6 હોય છે તથા 4 ટકા ફ્લોરિક એસિડ. 

મહિલા ખેડૂત સાથે મળીને ખેતીની યોજના
શબલા સેવા સંસ્થાનના અધ્યક્ષ કિરણ યાદવનું કહેવું છે કે કાળા બટાકામાં આયર્ન હોવાના કારણે ગર્ભવતી મહિલાઓ માટે ખુબ લાભકારક છે. ભવિષ્યમાં સંસ્થાન મહિલા ખેડૂત સાથે મળીને કાળા બટાકાની ખેતી કરવાની યોજના ઘડી રહી છે. 

ક્યારે કરે લલણી
સાધારણ બટાકાની ખેતીની જેમ જ કાળા બટાકાની ખેતી કરવામાં આવે છે.  તેની વહેલી વાવણી માટે સૌથી યોગ્ય સમય 15 થી 25 સપ્ટેમ્બર અને તેની મોડી વાવણી માટે 15 થી 25 ઓક્ટોબર છે. અનેક ખેડૂતો 15 નવેમ્બરથી 25 ડિસેમ્બર સુધી બટાકાની મોડી વાવણી કરે છે. 

કેટલી કમાણી
અવિનાશકુમારે કહ્યું કે કાળા બટાકાની ખેતી કરવામાં વધુ ફાયદો છે. બજારમાં તેનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો જેટલો હોય છે. જ્યારે સાધારણ બટાકાની કિંમત 25થી 30 રૂપિયે કિલો હોય છે. આવામાં ખેડૂતો કાળા બટાકાની ખેતીથી ત્રણથી ચાર ગણો નફો કમાઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More